Site icon Gramin Today

વ્યારા તળાવમા ન્હાવા પડેલા 4 બાળકો પૈકી 2 બાળકોએ ગુમાવ્યા પોતાના જીવ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર  

વ્યારામા બનેલી ચકચારી અકસ્માત ઘટના દ્વારા માલીવાડ વિસ્તાર સહીત વ્યારા તાલુકામા શોક નો માહોલ,

ગત રોજ તા.૧૯/૦૪/૨૦૨૨ ના કલાક-૧૨/૩૦ થી કલાક ૧૨/૪૫ દરમ્યાન (1)આકીબખાન બબલુખાન મુકારબખાન પઠાણ ઉં.વ.-૮ (2) મહોમદ માહીન સાજીદ શેખ ઉ.વ.- ૧૨ (3) અનસ રઉફખાન પઠાણ તથા ફળિયાના બીજો એક છોકરો જેના નામઠામની ખબર નથી એમ ચાર જણા વ્યારા તળાવમાં ન્હાવા પડતા મરણ પામનાર આકીબખાન બબલુખાન મુકારબખાન પઠાણ ઉ.વ.-૮ રહેવાસી – મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી તથા મહોમદ માહીન સાજીદ શેખ ઉ.વ.-૧૨ રહેવાસી મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી નાઓ વ્યારા તળાવના પાણીમાં નાહવા જતા મરણ પામ્યા હતાં,

મરણ પામનાર ના વાલી પૈકી આપેલ નિવેદનમાં  રૂબરૂ આવી હકીકત લખાવે છે કે, હું ઉપર બતાવેલ સરનામે મારા પરીવાર સાથે રહ્યું છે અને માલીવાડમાં આવેલ સમા બેકરીમાં મજુરી કામ કરી મારૂ જીવન ગુજરાન ચલાવુ છુ, મારી પત્ની નામે રવાસીયાબાનુ છે, તેણી થકી સંતાનમાં મને બે છોકરાઓ છે, જેમાં સૌથી મોટો છોકરો નામે સાકીબખાન છે, જે મિશ્ર શાળામાં ધોરણ-૦૭ માં અભ્યાસ કરે છે. તેનાથી નાનો છોકરી નામે આકીબખાન ઉં.વ. ૮ નાનો હતો, જે મિશ્ર શાળામાં ધોરણ-૪ માં અભ્યાસ કરતો હતો. હાલમાં સવારની સ્કુલ ચાલતી હોવાથી મારા બન્ને છોકરાઓ સવારના સાડા સાત વાગ્યે સ્કુલમાં જાય છે અને બપોરના બાર થી સાડા બાર વાગ્યાના અરસામાં સ્કુલમાંથી પરત ઘરે આવી જાય છે.

આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૨ ના રોજ સવારના છ વાગ્યાના અરસામાં હું માલીવાડ ખાતે આવેલ સમા બેકરીમાં મજુરી કામ કરવા નીકળી ગયેલ હતો,  અને ઘરે મારા બન્ને છોકરાઓ તથા મારી પત્ની હાજર હતા. હું સમા બેકરીમાં મજુરી કામ કરતો હતો તે દરમ્યાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં મારા મોબાઇલ ફોન ઉપર લુપમાનભાઈ સત્તરખાન પઠાણ નાઓનો મોબાઇલ ફોન આવેલો અને મને કહેલ કે, તમારો છોકરો આકીબખાન તળાવમાં ડુંબી ગયેલ છે તેવુ કહેતા હું એક અજાણ્યા ઇસમની મોટર સાયકલ ઉપર બેસી તળાવ પાસે ગયેલો ત્યારે ત્યાં ફળિયાના માણસો ભેગા થયેલ હતા, તેઓથી મને જાણવા મળેલ કે મારા છોકરાને ફાયર બ્રીગેટની ગાડીમાં વ્યારા જનરલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલ છે તેવી હકીકત જાણવા મળતા હું વ્યારા જનરલ હોસ્પીટલ ખાતે ગયેલો અને ત્યાં જોયેલ તો ઇમરજન્સી રૂમમાં મારા નાના છોકરા આઈબખાનની બોડી મુકેલ હતી અને તે મરણ ગયેલ હાલતમાં હતા, અને મારા છોકરાની બોડીની બાજુમાં મહોમદ માહીન સાજીદ શેખ ઉ.વ.- ૧૨ રહેવાસી -મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી નાઓની બોડી મુકેલ હતી અને તે પણ મરણ ગયેલ હાલતમાં હતા, ત્યારે ત્યાં હાજર અમારા ફળિયાના માણસોથી મને જાણવા મળેલ કે આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૨ ના રોજ બપોરના સ્કુલેથી આવ્યા બાદ મારો છોકરો આકીબખાન બબલુખાન મુકારખાન પઠાણ ઉ.વ.-૮ રહેવાસી – મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી તથા મહોમદ માહીન સાજીદ શેખ ઉ.વ.- ૧૨ રહેવાસી –મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી તથા અનસ રઉફખાન પઠાણ રહેવાસી – મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી તથા ફળિયાના બીજો એક છોકરો જેના નામઠામની ખબર નથી એમ ચાર જણા રમતા રમતા તળાવ પાસે ગયેલા અને તળાવમાં ન્હાવા પડતા મારો છોકરો આકીબખાન બબલુખાન મુકારબખાન પઠાણ ઉ.વ.-૮ રહેવાસી – મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી તથા મહોમદ માહીન સાજીદ શેખ ઉ.વ.- ૧૨ રહેવાસી –મિશ્ર શાળાની સામે માલીવાડ વ્યારા તા.વ્યારા જી.તાપી નાઓ વ્યારા તળાવના પાણીમાં ડુંબી જતા મરણ ગયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.
આ બનાવ થી 4 બાળકો પૈકી 2 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યાની ઘટના દ્વારા સમગ્ર પંથકમાં શોકની કલીમા.  

Exit mobile version