Site icon Gramin Today

વિશ્વ મહિલા દિવસે દુઃખદ સમાચાર: નેત્રંગ તાલુકામાં 14 વર્ષીય બાળકીને નરાધમે પિખી નાખી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

વિશ્વ મહિલા દિવસે નેત્રંગ તાલુકામાં ફિટકાર વરસાવતી ઘટના 14 વર્ષીય બાળકીને નરાધમે પિખી નાખી!

પોલીસે ફરિયાદ નાં આધારે તપાસ શરૂ કરી;

મહિલા સન્માનની ભવ્ય ઉજવણી વચ્ચે મહિલાઓની સુરક્ષા સામે ગુજરાતમાં ઉઠતાં અનેક સવાલ…!

ભરૂચ – નર્મદા જિલ્લામાં સગીરાઓ અસલામત બની હોય તેમ વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે, નેત્રંગ પંથકના એક વિસ્તારમાં રહેતી આશરે ૧૪ વર્ષીય સગીરા ગત સોમવારના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં ન હોય જે બાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, સગીરાના પિતાની શોધમાં તે મકાન નજીક જ આવેલ એક ધાબા ઉપર મળી આવી હતી જે સગીરાની સાથે તેઓની મકાન પાસે જ રહેતો એક યુવક દુષ્કર્મ આચરતો હોવાનું માલુમ પડતા સગીરાના પિતાને જોઈ યુવક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, બાદમાં સગીરાના પિતા યુવકને કહેવા જતા ઉલ્ટા ચોર કોતવાલ કો દાટે જેવો ઘાટ થયો હતો. જે બાદ નરાધમ યુવક સહિત તેના પરિવારજનોએ સગીરાના માતા, પિતા પર હુમલો કર્યો હતો.

ઘટનામાં ઇજાગ્રસ્ત સગીરાના પિતાને નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પરિવારે નેત્રંગ પોલીસ મથકે અરજી આપતા પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરી ઘટનામાં સામેલ આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Exit mobile version