Site icon Gramin Today

વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર!!!

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર!!!

ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો તેમજ ઢોલ નગારા સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયુ;

દેડીયાપાડા: વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. અને પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષસુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે ત્યારે ફક્ત વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફરકાવી રહ્યા છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતાં ઉમેદવારોમા ફફડાટ ફેલાયો છે.

આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધેલ છે.જે અનુંસંધાને ચૂંટણી બહિષ્કારના બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે. જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એજમીન હાઉસિંગ વાળાએ કબજોકરી પચાવી પાડી છે.ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમનેજ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે. ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ જણાવ્યું છે. રોષે ભરાયેલ ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસી ને જમીન જે પૂર્વજો અભણ હતા એ વખતે હાઉસિંગ વાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધેલ હતી. આજદિન સુધી સામોટ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે એવી માંગ સામોટ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે એ હવે જોવું રહ્યું?.

 

Exit mobile version