શ્રોત: ગ્રામીણ ટુડે પ્રતિનિધિ વાંસદા નવસારી.
વાંસદા પંથકના ઉનાઈ ગામે ધોળા દિવસે પણ ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા બેવડું નુકસાન, નાણાનો અમથો વ્યય: ઉનાઈ પંચાયત તંત્ર દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચ કરી રાત્રી દરમિયાન નગરજનો હરીફરી શકે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આખા ગાામમાં એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે જ્યારે નાકા ફળીયા પિકઅપ બસ સ્ટેન્ડ સામે સવારથી બપોર સુધી લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી હતી: જવાબદાર કોણ? તેના કારણે ઉનાઈ નગરના જાગૃત નાગરિકોમા ભારે નારાજગી જોવા મળી રહી છે, જવાબદારો સામે અસંતોષ, આજે વાંસદા પંથકના ઘણા ગામડા છે જ્યાં વિજ પુરવઠો નિયમિત રીતે મળતો નથી ત્યારે ઉનાઈ વિસ્તારમાં ચોવીસ કલાક વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે જ્યારે વીજળી સમસ્યા મોટી સમસ્યા છે ત્યારે સરકાર અને વિજ કંપનીઓ દ્વારા પણ વીજ બચાવ બાબતેની જાગૃતતા હજુ ઉનાઇમાં આવી હોય તેવુ લાગતુ નથી જાણે દિવસ પણ ગામમાં અંધારુ છવાઈ ગયુ હોય તેમ તેમને લાગી રહ્યું છે અને સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે એક રીતે જોતા આ રીતે વીજળી નો બચાવ થતો નથી અને પંચાયત વેરા રુપે તેનો ચાર્જ જનતા પાસેથી વસૂલે છે ઉનાઈના નાકા ફળીયામાં આવેલા સ્ટેટ હાઇવે પિકઅપ બસસ્ટેન્ડ રોડ ખાતે નાખવામાં આવેલી એલઇડી સ્ટ્રીટ લાઈટો બપોરે મોડે સુધી ચાલુ રહેલી હાલતમાં જોવા મળી હતી તેના કારણે જાગૃત નાગરિકોમા ભારે કચવાટ જોવા મળ્યો હતો, તંત્ર આપે ધ્યાન.