Site icon Gramin Today

“લાયન્સ ગ્રુપ” નર્મદા દ્વારા પુરગ્રસ્ત લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર વસાવા

નર્મદા જીલ્લાનું “લાયન્સ ગ્રુપ” દ્વારા સરદાર સરોવર ડેમનાં  પુરઅસરગ્રસ્ત લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી…

ગરૂડેશ્વર : નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણી છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદા જીલ્લાનાં  ઉપરવાસમાં પાણીની આવક વધતા નર્મદા ડેમ નું પાણી છોડતા ડેમ થી નીચાણ વાળા વિસ્તાર માં આવેલા ગામડાઓ માં ડેમ નું પાણી ફરીવળતા લોકો પાયમાલ બન્યા છે, પુરના પાણીએ નીચાણ વાળા વિસ્તારોમાં વસતાં લોકોને જન જીવનમાં હાલાકીઓ ઉમેરી, અને આ કોરોના મહામારી ના સમયમાં જ બીજી આપત્તિનો સામનો કરવાની નોબત આવી પડી છે, ત્યારે “લાયન્સ ગ્રુપ” નર્મદા આ આદિવાસી પરિવારની મદદે આગળ આવ્યું છે,જેમાં નદી કાંઠા વિસ્તારના ગામો જેમકે ગભાણા, કેવડિયા, વસંતપુરા,.પીપરીયા, ઈન્દ્રવર્ણા, જેવા ગરુડેશ્વર તાલુકાના ગામો માં પાણી ફરી વળ્યુ હતું, જેની જાણ થતાં લાયન્સ ગ્રુપના યુવાન મિત્રો આ ગામડાઓમાં મદદને માટે દોડી આવ્યા હતા, ત્યાર બાદ “લાયન્સ ગ્રુપ” ના યુવાનો દ્વારા ઘરવખરી , સાધન સામગ્રી, અને લોકોને પણ ઘર માંથી સુરક્ષિત જગ્યા એ ભારે જહેમત બાદ ખસેડવામાં આવ્યા હતા.

Exit mobile version