Site icon Gramin Today

રાજુલાના પત્રકાર વિક્રમ સાંખટ પર હુમલો થતાં પત્રકાર જગતમાં સુરક્ષાને લઈ અનેક સવાલો :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

રાજુલાના પત્રકાર વિક્રમ સાંખટ પર હુમલો થતાં પત્રકાર જગત માં સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થાય છે, 

રાજુલાના પત્રકાર વિક્રમ સાખટ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં પાંચ થી સાત માણસો રસ્તા ઉપર પત્રકાર ને ઘેરી લઈ અને જાનથી મારી નાખવાની દાઝ રાખી હુમલો કર્યા ની ઘટના બનવા પામી છે. જો કે આ ઘટના બનતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અને ઇજાગ્રસ્ત યુવાનને 108 બોલાવી તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવને લઈને પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યાર બાદ આ બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પત્રકાર પોતાનાં જીવના જોખમે લોકોની સમસ્યા ને વાંચા આપતાં  હોય અને પ્રજાનો આવાજ તંત્ર સુધી નિસ્વાર્થ ભાવે પોંહચાડતા હોય આવા હુમલાઓ ને પત્રકાર આલમ સખત શબ્દોમાં વખોડી કાઢે છે, જો આમજ ચોથી જાગીરી પર હુમલાઓ થતાં રહેશે તો એક દિવસે પત્રકારત્વ જોખમમાં આવી પડશે..! અને આ ઘટનામાં ગ્રામીણ ટુડે ન્યુઝ તટસ્થ તપાસ ની માંગ કરે છે.

Exit mobile version