Site icon Gramin Today

રહેણાક મકાનમાં ચાલતા ગેરકાયદેસરના દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી ભરુચ જીલ્લા પોલીસ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , ભરૂચ  સુનિતા રજવાડી 

ભરૂચ શહેરના બરાનપુરા વિસ્તારની કોહીનુર ગેસ સર્વિસ નામની દુકાન પાછળ આવેલ રહેણાક મકાનમાં ચાલતા ગેરકાયદેસરના દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી ભરુચ જીલ્લા પોલીસ: 

ઇન્સાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ તથા ભરુચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાના દ્વારા ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તીઓને શોધી કાઢવાની સુચના આપેલ જે આધાર પોલીસ ઇન્સપેક્ટર એ.ક.ભરવાડ ભરુચ શહેર એ” ડીવીઝન પો.સ્ટે. તથા પો. સ.ઈ ડી.આર.વસાવા પેરોલ ફર્યો સ્કોડ, ભરૂચ તથા પેસેલ ફર્લો સ્કોડના પોલીસ માણસોને માહીતી મળેલ કે, ભચ શહેરા બરાનપુરા વિસ્તારની કોહિનૂર ગેસ સર્વિસ નામની દુકાન પાછળ આવેલ રહેણાક મકાનમાં છોકરીઓ મંગાવી ગેરકાયદેસરનો દેહ વ્યાપાર ચલાવવામાં આવે છે”. જે બાતમી આધારે એક ખાનગી વ્યક્તિને બોલાવી બાતમી હકીકતથી વાક કરી ગ્રાહક તરીકે તૈયાર કરી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો કેવાનું જણાઇ આવતા ઉપરોક્ત સરનામાં વાળી જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ બે (૨) યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતી મહિલા લત્તાબેન વસાવા તથા તેઓનો પુત્ર જગ્નેશ ઉર્ફે રાજુ નટવરભાઇ વસાવા હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્ર કરી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેઓ વિરુધ્ધ ભરૂચ શહેર એ ડીવી પો.સ્ટ ખાતે ગુ.ર.ન પાર્ટી બી-૪૨૭૪૨૦૨૨ ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં ભરુચ જીલ્લા પોલીસ આવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવા કટીબધ્ધ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ: 

(૧) મોબાઇલ નંગ-૦૧ કી.૩,૫૦૦૦/ 

(૨) રોકડા રૂપીયા ૫૨૦૦/

પકડાયેલ આરોપી:

(૧) લત્તાબેન Wh/ નટવરભાઇ સયસીંગભાઇ વસાવા રે. કોહીનુર ગેસ સર્વિસ પાછળ, બરાનપુરા,  (ર) જીગ્નેશભાઇ ઉર્ફે રાજુ નટવરભાઇ વસાવા રહે- કોહિનૂર ગેસ સર્વિસ પાછળ, બરાનપુરા, ભરૂચ.

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:

પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ, પી.સ.ઇ. ડી.આર.વસાવા, અહંકી ઇન્દ્રવદન નુભાઇ, અ.હે.કો પગનભાઇ દોંલામાઇ,અ.હે.કો. નિલેશભાઇ નારસીંગમાહ આપો.કો અશોકભાઇ બારૂભાઇ આપો.કો શિવાંગસિંહ પ્રતાપસિંહ, કુ.પો.કો. નતાબેન રામસિંહ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version