Site icon Gramin Today

યુનિવર્સિટીઓમા અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિપેન્ડન્ટ નોડલ ઓફિસર તરીકે ડો. દિપક ભોયેની નિમણુંક :

ડાંગ જિલ્લાનુ ગૌરવ: 

સમગ્ર દેશભરની યુનિવર્સિટીઓમા અનુ.જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિપેન્ડન્ટ નોડલ ઓફિસર તરીકે ડો. દિપક ભોયેની નિમણુંક થતાં ડાંગ જીલ્લાનું ગૌરવ સમી ઘટના;

ડાંગ,આહવા: રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હીના નિર્દેશનથી યુનિવર્સિટીની ગ્રાન્ટ કમિશન દ્વારા સમગ્ર દેશની યુનિવર્સિટીઓમા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિપેન્ડન્ટ નોડલ ઓફિસરની નિમણૂક કરતા જણાવવામા આવ્યુ હતુ, જેના સંદર્ભે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા મહાત્મા ગાંધીગ્રામ અભ્યાસ વિભાગના ડોક્ટર દિપકભાઈ ભોયેને ઇન્ડિપેન્ડન્ટ નોડલ ઓફિસર તરીકે નીયુક્ત કરવા બદલ સમસ્ત દક્ષિણ ગુજરાત અને ડાંગ જિલ્લો ડો.દિપક ભોયેની સિદ્ધિ અને પ્રગતિને બિરદાવે છે. અને સમગ્ર ડાંગ જીલ્લા અને સમાજ નવનિયુક્ત પદભાર માટે અભિનંદન પાઠવે છે. 

Exit mobile version