Site icon Gramin Today

મુજલાવ નજીક આવેલી કાવ્યા ખાડી પર લો લેવલ બ્રીજ પર વરસાદનાં પાણી ફરી વળ્યાં!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત

સુરત જિલ્લાના મુજલાવ ગામ નજીકથી પસાર થતી કાવ્યા ખાડી  પર બનાવેલ લો લેવલ બ્રીજ ઓવર ફ્લો થઇ ગયો:  કાવ્યા ખાડીમાં પુરની સ્થિતિ સર્જાય,   ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે, જેને પગલે માંગરોળ,વાલિયા તાલુકાનાં સમગ્ર રાહદારીઓને  બારડોલી, બોધાન જવા માટે પંદર કિલોમીટરનો વધારાનો  ફેરાવો ફરીને માંડવી થી બારડોલી જવું પડશે, અગાઉ પણ આજ લો લેવલ બ્રીજ પરથી એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો, હવે ફરી થી લોકોમાં પુલની માંગ પ્રબળ બની છે, પ્રજાજનો  વર્ષો થી માગ કરી રહયા છે કે આ ખાડી  ઉપર હાઈ લેવલ બ્રીજ  બનાવવામાં  આવે છતાં હજુ સુધી આ પ્રશ્ને કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી  નથી. કોઈ અનહોની બને તે પહેલાં તંત્ર અથવા જવાબદાર વિભાગ કે લોક પ્રતિનિધિઓ લોક સમસ્યા ધ્યાનમાં લે તે જરૂરી.

Exit mobile version