Site icon Gramin Today

મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્તોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેનના હસ્તે સહાય અર્થે ચેક એનાયત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત કરવામાં આવ્યાં;

રાજપીપલા, નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ પામેલ હોઇ, સદરહું નુકશાની અંગે સરકારશ્રીની જોગવાઇ મુજબ અસરગ્રસ્ત પરિવારના શ્રીમતી પારતુબેન મોગીયાભાઈ વસાવાને મકાન સહાય અને ઘરવખરી સહાય પેટે રૂા.૯૮,૮૦૦/- અને શ્રીમતિ ઓરમીનાબેન શિવરામભાઈ વસાવાને મકાન સહાય પેટે રૂા.૫,૨૦૦/- ની સહાયના ચેકો નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન એલ.વસાવાના હસ્તે એનાયત કરાયાં હતા. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ વન મંત્રીશ્રી મોતીસિંહ પી.વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિદાસભાઈ વિઠ્ઠલભાઈ વસાવા, અગ્રણીશ્રી મોતીભાઈ ડી.વસાવા અને સાગબારા તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Exit mobile version