Site icon Gramin Today

ભારતીય માનક બ્યુરો દ્વારા નકલી ISI માર્ક ધરાવતા રબર ટ્યુબના ઉત્પાદન એકમ પર દરોડા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ભારતીય માનક બ્યુરો દ્વારા નકલી આઈએસઆઈ માર્ક ધરાવતા વાહનોમાં ઉપયોગ હેતુ રબર ટ્યુબના ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 

મેસર્સ જયલક્ષ્મી રબર ઈન્ડસ્ટ્રીઝ, બ્લોક નં. 79 સાંઈ વેઈટ બ્રિજની સામે, નવાપુરા કીમ, મોટા બોરસરા ગામ માં  મોટો નફો મેળવવા માટે ISI નકલી માર્કનો ઉપયોગ કરતી ફેકટરીમાં દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડની 10000 રબર ટ્યુબ જપ્ત કરી, 

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોથી માન્ય લાયસન્સ લીધા વગર વાહનોની રબર ટ્યુબનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર પર તા. 28 નવેમ્બર 2023ના રોજ મેસર્સ જયલક્ષ્મી રબર ઈન્ડસ્ટ્રીઝ, બ્લોક નં. 79 સાંઈ વેઈટ બ્રિજની સામે, નવાપુરા કીમ, મોટા બોરસરા ગામ, તાલુકો-માંગરોલ, સુરત-394110 (ગુજરાત) પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, વાહનોમાં ઉપયોગ હેતુ રબર ટ્યુબ બનાવનાર નકલી આઈએસઆઈ માર્કવાળી અલગ અલગ બ્રાન્ડની 10000 રબર ટ્યુબ જપ્ત કરવામાં આવી.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણ આવે છે. જે મુજબ કોઈ પણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન બીઆઈએસ તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વગર કરી શકે નહીં. બ્યુરોની પૂર્વ પરવાનગી વિના બ્યુરો માનક માર્કનો બનાવટી ઉપયોગ કરવાવાળાના વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદન કર્તાઓ  જનતાને છેતરવા માટે લાયસન્સ વગર ભારતીય માનક બ્યુરોના માર્કનો દુરુપયોગ કરતાં હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિષે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત-395001 ફોન નં. 0261-2990071 પર લખી શકે છે. ફરિયાદને headsubo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈ-મેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Exit mobile version