Site icon Gramin Today

બાળ લગ્ન અટકાવતી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

બાળ લગ્ન અટકાવતી 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી:

તાપી: રાજ્ય સરકાર દ્વારા કાર્યરત 181અભયમ્ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં આશિર્વાદ રૂપ સાબિત થઈ રહી છે ત્યારે આજરોજ કોઈક જાગૃત નાગરિકે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવ્યું હતું કે ડોલવણ પાસેના એક  ગામમાં આજરોજ એક દીકરીના નાની ઉંમરે તેમના પરિવાર લગ્ન કરાવી રહ્યા છે,  જે માહિતી આપતા માહિતીની ગંભીરતા ને ધ્યાને લઈ 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન ટીમ તાપી તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળેલ માહિતી મુજબ કન્યાના માતા-પિતા અને પરિવાર ની પૂછપરછ હાથ ધરતા જન્મ અને ઉંમરના પુરાવા જોતા કન્યાની ઉંમર તેમના આધાર કાર્ડ મુજબ જાણી તો દીકરી ની હાલ 14વર્ષ ની ઉમર છે. જેથી તેમના મમ્મી અને પપ્પા ને કાયદાકીય રીતે બાળ લગ્ન ગુનો બને  છે, તેમજ ૧૮ વર્ષ થી  નાની ઉંમરે દિકરીના લગ્ન ના કરાવી શકે, નાની ઉંમરે લગ્ન કરવા એ કાયદેસર ગુનો બને  છે તેમજ દીકરીની ઉમર નાની હોવાથી તેને સામાજિક તેમજ કૌટુંબિક અને વ્યવહારિક જવાબદારી સમજી કે નિભાવી ના શકે તેથી દિકરી ના 18 વર્ષ પુરા થાય ત્યાર પછી લગ્ન કરી શકે જે પરિવાર ને સમજ આપી તેમજ દીકરીના મમ્મી પાસે લેખિત માં બહેધરી લીધેલ છે, અને સામા પક્ષને દીકરીની ઉમર નાની હોવાથી હાલ લગ્ન નહી કરી શકે જેની જાણ કરી હતી.

Exit mobile version