Site icon Gramin Today

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના ચાલી રહેલા કામોની સ્થળ ચકાસણી કરતા પ્રભારી મંત્રીશ્રી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લામા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના ચાલી રહેલા વિકાસ કામોની સ્થળ પર જઈ ચકાસણી કરતા પ્રભારી મંત્રીશ્રી :

આહવા:  ડાંગ જિલ્લામા સિંચાઈની સુવિધાઓનો વ્યાપ વધારવા માટે અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કામોના સ્થળોની જાત મુલાકાત, પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલે લીધી હતી.

દરમિયાન સંબંધિત વિભાગોના પરસ્પર સંકલન અને સુચારુ અમલીકરણ સાથે આ યોજનાનો હેતુ સિદ્ધ થાય, તેવા ગુણવત્તાલક્ષી કામો બાબતે મંત્રીશ્રીએ સૂચન સાથે માર્ગદર્શન આપ્યુ હતુ. 

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કચેરી, ઉકાઈ દ્વારા ડાંગ જિલ્લાના ૨૫૪૦ લાભાર્થી ખેડૂતોના ખેતરમા ૨૧૫૦ જેટલા કુવા નિર્માણ કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે.

પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ડાંગ જિલ્લાની આ મુલાકાત વેળા તેમની સાથે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ઉપરાંત ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ જિલ્લાના લિંગા, બીલમાળ, ચૌક્યા, અને બોરખલ જેવા ગામોની મુલાકાત લઈ સ્થળ ચકાસણી કરી હતી.

 

Exit mobile version