Site icon Gramin Today

નાગરિકોએ પોતાના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા:

તાપી જિલ્લા જાહેર જનતા જોગ: 

તાપી જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા કરાઈ અપીલ 

વ્યારા:  તાપી જિલ્લાના તમામ નાગરિકોએ તેમના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તાપી દ્વારા અપીલ કરવામાં આવે છે, આવનાર દિવસોમાં તાલુકાવાર આક્સ્મિક ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.

નોધનીય છે કે તાપી જિલ્લામાં માર્ગ અક્સ્માતના કારણે માસ મે-૨૦૨૩માં થયેલ કુલ: ૨૧ અક્સ્માત થયેલ છે. જેમાં ૧૬ પ્રાણઘાતક, તેમજ ૩ ગંભીર ઈજા તેમજ ૨સામાન્ય ઈજા ધરાવતા અક્સ્માતોમાં સીટબેલ્ટ ન બાંધવા તેમજ હેલ્મેટ ન પહેરવાના કારણે ૧૮ લોકોનાં મૃત્યુ થવા પામેલ છે. વર્ષ ૨૦૨૧માં ૧૫૩ અને વર્ષ: ૨૦૨૨ દરમિયાન માં ૧૩૯ લોકોનાં મૃત્યુ થયેલ છે.

આ આંકડાઓ તમામ માર્ગ અક્સ્માતોમાં ૯% જેટલો હિસ્સો ધરાવે છે. વધુમાં ગુજરાત રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરવાનાં કારણે (અકસ્માત સમયે)  વર્ષ:૨૦૨૧માં ૨૬૬૬, અને વર્ષ:૨૦૨૨માં ૨૪૭૦, વાહન ચાલક લોકોનાં મૃત્યુ થવા પામેલ છે. તેમજ સીટ બેલ્ટ નહીં બાંધવાના કારણે વર્ષ:૨૦૨૧માં ૭૧૨, અને વર્ષ:૨૦૨૨માં ૮૯૧, લોકોનાં મૃત્યુ થવા પામેલ છે. આ તમામ આંકડા તમામ માર્ગ અક્સ્માતમાં ૪૦% જેટલો હિસ્સો ધરાવે છે. 

જે બાબતે લોકોમાં માર્ગ સલામતિ અંગે જાગૃતતા કેળવાય તે ખુબ જ જરૂરી બની રહેલ છે.અક્સ્માતોનું પ્રમાણ ઓછુ થાય તે માટે ‘જનજાગૃતિ’ ઉપરાંત ‘રોડ ચેકિંગ’ પણ તેટલું જ જરૂરી હોય છે. આથી આવનાર સમયમાં તાલુકાવાર રોડ ચેકિંગ/આક્સ્મિક ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે.તો તાપી જિલ્લાના તમામ નાગરિકોએ તેમના વાહનોનાં દસ્તાવેજો અદ્યતન રાખવા તેમજ ભૌતિક કે વર્ચ્યુઅલ પોતાની પાસે રાખવા એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તાપી-વ્યારાની અખબારી યાદિમાં જણાવાયુ છે.

Exit mobile version