Site icon Gramin Today

નર્મદામાં ગ્રૂપ બનાવી ૬૦ હજાર રૂપિયાની લોન આપવાની લાલચે લાખોની છેતરપિંડી : આઠ સામે ફરિયાદ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

નિવાલ્દા ગામે બહેનોનું ગ્રૂપ બનાવી ૬૦ હજાર ની લોન આપવાની લાલચે ૧૮.૯૨ લાખની છેતરપિંડી : આઠ સામે ફરિયાદ;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામમાં લોન ની લાલચ આપી બહેનો સાથે છેતરપિંડી કરનાર આઠ સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે, 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરૈયાબાનુ સિરાજભાઇ દાણાવાલા,રહે-દેડીયાપાડા, થાણા કળીયુ નાઓએ આપેલી ફરિયાદ મુજબ દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના તથા તાપી તથા છોટાઉદેપુર જિલ્લાની અગિયાર બહેનો નું ગ્રુપ બનાવી દરેક બહેનોના અલગ અલગ ખાતા ખોલાવી ખાતા ખોલવાની ફી પેટે રૂપિયા ૨૦૦૦/- લઇ પાસબૂક બનવી રૂપિયા/- ના ટ્રાન્જેક્શનની એન્ટ્રી કરી તથા તમામ બહેનોને અલગ અલગ એકાઉનન્ટ યુ.પી.આઇ.આઇ.ડી.આપી પૈસાની લેવડ દેવડ કરવા સારૂ આસ્ક કેસ બીન નીધી લી.એપ્લીકેશન બનાવી અલગ અલગ ગામડાઓના અગિયાર બહેનોનુ એક ગ્રુપ એવી રીતે બનાવી ૮૬/- ગ્રુપની ૯૪૬/- મહિલાઓના રૂપિયા ૨૦૦૦/- લેખે કુલ રૂપિયા ૧૮,૯૨,૦૦૦ ગ્રુપના તમામ સભ્યોને એક માસ બાદ રૂપિયા ૬૦,૦૦૦/- ની લોન આપવાની લાલચ આપી આ મહિલાઓને લોન નહીં આપી પૂર્વ આયોજીત કાવતરૂ રચી Askashbeen nidhi lit.બંધ કરી છેતરપીંડી કરવાની ઘટનામાં ડેડીયાપાડા પોલીસે (૧) ભરતભાઇ ગુલાબસિંગભાઇ વસાવા રહે.દેડીયાપાડા (૨) શિલ્પાબેન યોગેશભાઇ વસાવા રહે-ખોખરાઉંમર તા.દેડીયાપાડા(૩) સામીબેન અતુલભાઇ વસાવા રહે-જાવલી તા.સાગબારા જિલ્લો -નર્મદા હાલ રહે-દેડીયાપાડા નવાગામ રોડ (૪) રવિતાબેન દિપ્તેશભાઇ વસાવા રહે-દેડીયાપાડા કોર્ટની બાજુમાં (૫) સાફરાજ હામીદઅલી રહે-મોહમદપુર ઉત્તરપ્રદેશ (૬) મોહમદ મુસ્તુફા મોહમદ અહમદ રહે-મુરાદાબાદ (ઉત્તર પ્રદેશ) (૭) આરીફ જેનુ પુરૂ નામ સરનામુ ખબર નથી તે રહે-મોરાદાબાદ (યુ.પી.) તથા (૮) અલ્પેશ જેના નામ સરનામા ખબર નથી નાઓ સામે છેતરપિંડી નો ગુનો દાખલ કર્યો છે.

Exit mobile version