Site icon Gramin Today

નદીમાં માછલી પકડવા ગયેલાં ૪૮ વર્ષીય પુરૂષ નદીમાં તણાયો: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

નદીમાં માછલી પકડવા ગયેલાં ૪૮ વર્ષીય પુરૂષ નદીમાં તણાયો: 

આહવા: ડાંગ જિલ્લામાં વરસાદ ની બીજી ઇનિંગમા સતત વરસવાનું ચાલુજ રહેલાં ડાંગની નદીઓ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીઓમાં ભારે પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. તેવામાં આહવા તાલુકાના ચૌક્યા ગામ નજીકની નદીમાં માછલી પકડવા ગયેલ 48 વર્ષ પુરૂષ સખારામ ગાંવિત ઝરણું પરથી પસાર થઈ ને માછલી પકડવા જઈ રહ્યો હતો. માછલી પકડતા પકડતાં જ અચાનક પાણીનું પ્રવાહ વઘી જતાં અને ભારે પૂરના કારણે નદીના વહેણમાં તણાઈ જવાની દુઃખદ ઘટના બનવા પામી હતી.

ગામના અને ઘરના વ્યક્તિઓએ શોધખોળ કરતા સખારામ ગાંવિત નહી મળી આવતા પોલીસને જાણ કરી હતી.

આખરે નદીમાં પુરૂષ નહી મળી આવતા પોલીસે ગુમ થયેલની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સાપુતારા ખાતે 48 મીમી, આહવા ખાતે 40 મીમી, વઘઈ ખાતે 28 મીમી અને સુબીર ખાતે 36 મીમી વરસાદ નોંધાયો છે. તેમ જણાવ્યું હતું.

પત્રકાર : પ્રદીપભાઈ સાપુતારા 

Exit mobile version