Site icon Gramin Today

ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પેટ્રોલ ડીઝલમાં ઉછળતાં ભાવ આસમાને ચઢતાં વાંસદામાં પ્રદર્શન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા પેટ્રોલ ડીઝલમાં ઉછળતાં ભાવ આસમાને ચઢતાં હનુમાનબારી ચાર રસ્તા પાસે પ્રદર્શન કરવામાં આવ્યુ.

છેલ્લા એક વર્ષથી લગાતાર પેટ્રોલ ડીઝલમાં અને તેલના ભાવો કોરોના મહામારી પણ છલાંગ મારતાં સરકાર સામે વાંસદા હનુમાનબારી ચાર રસ્તા પર હલ્લા બોલ અને દેખાવો કરી કૉંગ્રેસ સમિતિ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યુ.

વન નેશન વન ટેક્ષ ના નામે દેશ ની જનતાને મારા હાળા છેતરી ગયા…. GST માંથી પેટ્રોલ ડીઝલ બાકાત કરી.. રાજ્યો પોતાનો મનસ્વીપણે ટેક્ષ  આમ જનતાને  માથે મૂકી રહ્યા છે,

વાંસદા:  હાલ દેશમાં કોરોના મહામારી પરિસ્થિતિ નો પગ પેસારો 2020 થી વ્યથાવત ચાલુ છે તેવા સમયમાં બધાં ની રોજીરોટી છિનવાઈ ગઈ છે. અને બે ટંકનું ભોજન માટે પણ ગરીબ આદિવાસીઓને ફાંફા મારવા પડતાં હોય છે, તેવા સંજોગોમાં સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ અને તેલના તથાં અન્ય જીવન નિર્વાહ ની વસ્તુઓ ના ભાવ આસમાને ચઢતાં વાંસદા કચેરીએ દેખાવ, પ્રદર્શન  કરાયું હતું. વાંસદા કૉંગ્રેસ સમિતિ અને વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા એકસાઈઝ ડયુટી પેટ્રોલ ડીઝલમાં 34 થી 35 રુપિયા ગજવે ઘલાય છે, અને સામાન્ય નાગરિક પિસાય છે, રોજગાર ધંધાઓ માંડ માંડ હાલ ચાલુ થયા છે ત્યાં મોંઘવારી આસમાને ચઢી છે આવનારા દિવસ માં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ન કરવા માં આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ વિસ્તારોના તમામ રસ્તા ઓ બંધ કરી ચકકા જામ કરી સરકારને ચેતવણી આપવા માં આવશે તથાં આન અને શાનમાં સરકાર ન સમજે તો તોફાનો દ્વારા મનાવવા પ્રયત્નો કરીશુ. અને વધુમાં જણાવ્યું હતું કે આજ દિન સુધી ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલન કર્યા છે,  હવે ભગતસિંહ ના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Exit mobile version