Site icon Gramin Today

દેડીયાપાડા, સાગબારાના પત્રકારો દ્વારા ભાજપ અને ગુજરાત સરકારના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા 

ડેડીયાપાડા માં ગઈ કાલે ભાજપ દ્વારા સભા યોજવામાં આવી હતી ,તેમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા આ સભામાં  પત્રકારોનું અપમાન જનક નિવેદન કરતા અને પત્રકારો પર ખોટા આક્ષેપબાજી કરતા પત્રકાર આલમમાં આઘાત સહિત રોષની લાગણી ફેલાઇ;

પત્રકાર એકતા પરિષદ દેડીયાપાડા, સાગબારા દ્વારા ભાજપ અને ગુજરાત સરકારનો કોઈપણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સમયાંતરે ભરૂચ નર્મદાના લોક પ્રતિનિધિ કોઈપણ વિવાદમાં પડી ને બહુચર્ચિત બની જતાં હોય છે, અધિકારી કે પક્ષ વિરુદ્ધ અને સ્થાનિક આદિવાસી નેતાઓ વિરુદ્ધમા નિવેદનો અને જાહેર ખુલાશો આપતાં રહે છે, પરંતુ આ વખતે સાંસદ શ્રી પત્રકારો વિરુદ્ધમા ટિપ્પણી કરી ને ફસાયા છે, અને તેમનાં આ નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યક્રમ નો બહિષ્કાર કરવાની જાહેરાત કરાય છે,

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા વેરાઇ માતાના મંદિર ખાતે તા.૪, ઓગસ્ટ ૨૦૨૨ નાં રોજ ભાજપ પ્રેરિત જાહેર સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મનસુખ વસાવા એ જાહેર સભામાં વાણી વિલાસ પર કાબુ ન કરતા પત્રકારો પર ખોટા આક્ષેપ કર્યા હતા, તે ઓએ પોતાનાં વક્તવ્ય મા જણાવેલ કે ” પૈસા લઈને પત્રકારો સમાચાર છાપે છે, એવાને ઓળખી લેજો” આવા ખોટા અને પાયા વિહોણા ગંભીર આક્ષેપો સાંસદ મનસુખ વસાવાએ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે શું પત્રકારો આદિવાસી પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ વાચા આપી ને હલ કરે છે તે દેખાતું નથી? અને પત્રકારો જેઓ પોતાનાં જીવ ના જોખમે લોકોની સમશ્યા ઉજાગર કરતાં હોય છે, તેને દબાવવા સાંસદ દ્વારા પ્રયાસ કરાય રહયો છે, જેનો પત્રકાર એકતા પરિષદ સખત શબ્દોમાં વખોડી કાઢે છે, આજ થી દેડીયાપાડા અને સાગબારાનાં તમામ પત્રકારો દ્વારા સાંસદ મનસુખ વસાવા અને ભાજપ નાં તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય અને ગુજરાત સરકાર ની તમામ પ્રેસનોટનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે, અને ટૂંક સમયમાં એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે દેશના વડાપ્રધાનશ્રી, ભાજપના અધ્યક્ષ, ગૃહમંત્રીશ્રી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ભાજપનાં ગુજરાત રાજય પ્રમુખ સહિત નર્મદા જિલ્લા કલેકટરશ્રી, નર્મદા જિલ્લા પોલીસ વડા, નર્મદા જિલ્લા ભાજપ પક્ષ પ્રમુખ સહિતનાઓ ને મોકલવામાં આવશે તેવી દેડીયાપાડા અને સાગબારા ના  પત્રકારો દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજનાં મંથન કાર્યક્રમમાં નર્મદા જિલ્લાનાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં. 

Exit mobile version