Site icon Gramin Today

દેડીયાપાડામાં ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ના નેતૃત્વ હેઠળ ઘરેલુ હિંસા અધિનિયમ -૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો:

મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીની કચેરી, નર્મદા દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું દેડીયાપાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાયદાકીય માર્ગદર્શન સેમિનારમાં મહિલા અને બાળ અધિકારી તેમજ પો.ઈ.દિવ્યાની બારોટ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે? આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે? આ કાયદા હેઠળ મહિલાઓને કેવા પ્રકારની રાહત મળી શકે? મહિલા ફરિયાદ કયાં અને કેવી રીતે કરી શકે? વગેરેની જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી, પો.ઈ. દિવ્યાની બારોટ, હે.કો.મંગુભાઈ વસાવા,એડવોકેટ હરિસિંગ વસાવા,સામાજિક કાર્યકર જેરમાબેન વસાવા, નિવાલ્દા નાં સરપંચ ધર્મેન્દ્રભાઈ વસાવા તેમજ તાલુકાની અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Exit mobile version