શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે હોવાના અહેવાલ:
નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ૫૦ કિ.મી.નાં અંતરે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયો, કોઈ પણ જાતની ક્ષત્તિ નહી:
દેડિયાપાડા સહિત આસપાસનાં વિસ્તારોમાં અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ભયભીત થઈ ગયા હતા.
દેડિયાપાડા ખાતે આજે તા. ૭/૧૧/૨૦૨૦ ના રોજ પોણા ચાર થી ચાર વાગ્યાના સુમારે અચાનક ભૂકંપનો આંચકો અચાનક અનુભવાયો હતો અને જો કે આંચકાની તિવ્રતા વધુ હશે જેને પગલે કાચા મકાનોની માળો પણ ધ્રુજવા લાગી હતી. કેટલાંક પાકા મકાનોમાં ફર્નિચરો પણ ધ્રુજવા લાગ્યા હતા. લોકો ભયને પગલે ઘરોની બહાર નીકળી જઇ ધરતીકંપ થયો હોવાની બુમો પાડતાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે આ ધરતીકંપને પગલે કોઈ નુક્શાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. અંદાજે 2 થી 3 સેકન્ડ ધરતીની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપનો આંચકો અચાનક આવી ગયો હતો અને લોકો સૂઈ રહ્યા હતા તે અચાનક બહાર નીકળી ગયાં હતાં અને ભયભીત થઈ ઘરની બહાર નીકળી આજુબાજુ જોવા લાગ્યા હતા, ઘણા લોકોને ભૂકંપનો હળવો આંચકો અચાનક આવ્યો તેની ખબર પણ નોહતી. દેડિયાપાડા તાલુકામાં પણ હવે ડુંગર વિસ્તારમાં ભૂકંપ આવવાનું શરૂ થઈ ગયું છે આ એક ચિંતા નો વિષય બની ગયો છે.