Site icon Gramin Today

તાપી જીલ્લામાં આરોગ્ય વિભાગ અને આશાવર્કરોની ટીમે ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જીલ્લામાં આરોગ્ય વિભાગ અને આશાવર્કરોની ટીમે ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો:

પી.એચ.સી./સી.એચ.સી. તેમજ જાહેર જગ્યાઓએ સામુહિક સાફસફાઇ હાથ ધરી:

વ્યારા-તાપી : તાજેતરમાં તાપી જિલ્લાના તમામ તાલુકાઓ/ગ્રામ પંચાયત કક્ષાના આરોગ્ય વિભાગ તથા આશા વર્કર બહેનોની ટીમએ ગ્રામજનો સાથે મળી સામુહિક સાફસફાઇ હાથ ધરી હતી. ગ્રામકક્ષાએ આવેલ પી.એચ.સી/ સી.એચ.સી. તેમજ જાહેર જગ્યાઓએ ટીમ દ્વારા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય, પ્રવાહી કચરાનો નિકાલ અને ઘન કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તેમજ પ્લાસ્ટિકના એકત્રિકરણ કેવી રીતે કરવું તે અંગે જાગૃત કરી સૌએ સાથે મળી સફાઇ કરી હતી. તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના સ્વચ્છ ભારત મિશન અને અન્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઓક્સ્ટોબર માસમાં સ્વચ્છતાના મહાઝૂંબેશ રૂપે ગામે ગામ જઈ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવી રહ્યું છે. જેમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગીદાર બની તાપી જિલ્લાને સ્વચ્છતાના આંદોલનમાં આગળ ધપાવી રહ્યા છે. 

Exit mobile version