Site icon Gramin Today

તાપી જિલ્લાના પેન્શનરો જોગ: સાધનિક કાગળોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો આગામી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી તાપીમાં રજુ કરવાની રહેશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના પેન્શનરો જોગ: સંદેશ….   સાધનિક કાગળોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો આગામી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી તાપીમાં રજુ કરવાની રહેશે:

માહિતી સમય મર્યાદામાં ન આપનાર પેન્શનરોના ઉપલબ્ધ રેકર્ડના આધારે કાપવાપાત્ર ઇન્કમ ટેક્ષ તેમના પેન્શનમાંથી કાપી લેવામાં આવશે.

 વ્યારા: તાપી જિલ્લા તિજોરી કચેરી મારફતે પેન્શન મેળવતા તમામ પેન્શનરો વર્ષ ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષ દરમિયાન જે આવકમર્યાદા ધ્યાને લઇ આવકવેરો લાગુ પડતો હોય તેમણે રોકાણનાં સાધનિક કાગળો તથા પાનકાર્ડની પ્રમાણિત ઝેરોક્ષ નકલો આગામી તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી તાપીમાં રજુ કરવાની રહેશે. માહિતી સમય મર્યાદામાં ન આપનાર પેન્શનરોના ઉપલબ્ધ રેકર્ડના આધારે કાપવાપાત્ર ઇન્કમ ટેક્ષ તેમના પેન્શનમાંથી કાપી લેવામાં આવશે. જેની તમામ પેન્શનરોને નોંધ લેવા તાપી જિલ્લા તિજોરી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

Exit mobile version