Site icon Gramin Today

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું: તંત્રની બેદરકારી છતી થઈ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ;

ગત દિવસોમાં ગટરની સફાઈ કરવા જતાં ત્રણ સફાઈ કામદારોનું મોત નીપજ્યું હતું, હજુ દુઃખ ભુલાયું નથી ત્યાં તે જ જગ્યાએ ગટર ઉભરાઈ;

દરરોજ હજારો રાહદારીઓ આ રસ્તે થી પસાર થાય છે લોકોના સ્વસ્થ્ય સાથે ચેડા;

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગો પર હાલ ચોમાસા દરમિયાન ગટર ઉભરાતા રોડ પર ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ડેડીયાપાડા યાહા મોગી ચોક થી મોસદા જવાના જાહેર માર્ગ પર ગટર ઉભરાતા નગરના પ્રવેશદ્વાર સુધી ગટરનું દુર્ગંધ મારતું પાણી વહેતું થયું છે. તેમજ નગરના મુખ્ય માર્ગ એવા તાલુકા પંચાયત પાસે પણ ગટર ઉભરાતા ખરાબ પાણી વહેતુ થયું છે. થોડા સમય અગાઉ આ જ જગ્યા એ ગટરની સફાઈ કરવા ઉતરેલા ત્રણ જેટલા સફાઈ કામદારોનું મોત થયું હતું. ત્યારે હાલ ગંદકીને કારણે આસપાસના રહીશોને ત્યાં થી પસાર થવું મુશ્કેલ થઈ ગયું ગયું છે. દુર્ગંધ મારતું પાણી રસ્તા ઉપર વહેતા આસપાસ વિસ્તારમાં રોગચાળાની સ્થિતી વકરે એમ લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

Exit mobile version