Site icon Gramin Today

ડેડિયાપાડા મોડેલ સ્કૂલના શિક્ષકો, ક્લાર્ક,પટાવાળા દ્વારા પગાર વધારા માટે ધરણાં કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડિયાપાડા મોડેલ સ્કૂલના શિક્ષકો, ક્લાર્ક,પટાવાળા દ્વારા પગાર વધારા માટે ધરણાં કાર્યક્રમ યોજાયો ;

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા આખા ગુજરાતમાં મોડેલ સ્કૂલ, ઈ.એમ.આર.એસ ,કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ ચાલે છે. જેમાં શિક્ષકો ને ૧૨૫૦૦/- , ક્લાર્ક ને ૧૦,૦૦૦/- અને પટાવાળા ને જે તે એજન્સી દ્વારા માત્ર ૬૦૦૦/- જેવો નજીવો પગાર ચૂકવવામાં આવે છે .આ શાળાના કર્મચારીઓ આશરે છેલ્લા ૫ થી ૧૦ વર્ષ થી નજીવા પગારમાં કામ કરી રહ્યા છે.

મોંઘવારી દિન પ્રતિદિન વધતી રહી છે, એ સામે આ શાળામાં કામ કરતા કર્મચારીઓનો પગાર ખૂબ જ ઓછો છે, જેથી કંટાળી મોડેલ સ્કૂલના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને રામ ધૂન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હાલ માંગ સંતોષાય નહિ ત્યાં સુધી શિક્ષણ કાર્ય અને વહીવટી કાર્ય ઠપ્પ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ની ૧૫ નેતાઓની ટીમ દિલ્લીની શાળાઓની મુલાકાતે ગઈ પરંતુ આ તો એવું થયું દીવા તળે જ અંધારું, કરોડો ખર્ચી ને બનાવેલી સ્કૂલમાં શિક્ષકો નું પુરે પૂરું શોષણ થઈ રહ્યું છે. એક તરફ વારંવાર યોજાતા આ ધરણાં કાર્યક્રમ ના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ બગડી રહ્યું અને વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યમાં અનેક બાબતોનો સામનો કરવો પડશે એ પણ કડવું સત્ય  છે.

Exit mobile version