Site icon Gramin Today

ડાંગ વઘઇનાં સરકારી બાબુ પોતે કચરા નાખવાનાં મુદ્દે વઘઇનાં યુવાનોને મારવા લોંખડનો પાઈપ લઈ દોડતાનો વીડિયો વાયરલ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

  ડાંગ જિલ્લાનાં વઘઇનાં એ.આર.ટી.ઓ પદ નાં મદમાં ભાન ભૂલ્યા….કચરા નાખવાનાં મુદ્દે વઘઇનાં યુવાનોને મારવા લોંખડનો પાઈપ લઈ દોડતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચારી મચી:

સરકાર ની સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ નો છેદ ઉડાટતા સરકારી બાબુઓ..!

ડાંગ જિલ્લાનાં વઘઇનાં એ.આર.ટી.ઓ ગોસ્વામી કચરા નાખવાનાં મુદ્દે વઘઇનાં યુવાનોને મારવા લોંખડનો પાઈપ લઈ દોડતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચારી મચી જવા પામી છે… પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં પ્રવેશ  દ્વાર વઘઈનાં યુવાનો આજરોજ સાંજનાં અરસામાં વઘઇથી આહવા માર્ગનાં રાજેન્દ્રપુરનાં ફાટક સુધી વોકીંગ પર નીકળ્યા હતા.

ત્યાંથી આ યુવાનો વોકીંગ કરી પરત ફરી રહ્યા હતા.  તે વેળાએ વઘઇનાં અનાજનાં ગોડાઉનનાં નાળા પાસે જાહેરમાં એ.આર.ટી.ઓ અધિકારી ગોસ્વામી કચરો ફેંકી રહ્યા હતા. જે કચરો યુવાનોએ જાહેરમાં ન ફેંકવાની અધિકારીને અપીલ કરી હતી. અહી યુવાનોએ આ એ.આર.ટી.ઓ અધિકારીને સવારનાં સમયમાં કચરો ભરવા માટે ટ્રેકટર આવતું હોય તેમાં ફેંકવાનું જણાવતા અહી અધિકારી ભડકયા હતા. સ્થળ પર એ.આર.ટી.ઓ અધિકારી ગોસ્વામી દ્વારા વઘઇનાં યુવાનોને એલફેલ ગાળો ભાંડી નજીકનાં ટ્રેકટરનાં ગેરેજમાંથી લોંખડનો પાઈપ કાઢી પાછળ દોડતા ભાગમ ભાગ મચી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં વઘઇનાં એ.આર.ટી.ઓ હોદ્દા ની મદમાં ભાન ભૂલી ને સ્વચ્છતાનો છેદ ઉડાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચારી મચી જવા પામી હતી. અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર એક તરફ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશો ચલાવી રહ્યુ છે. તો બીજી તરફ ડાંગનાં અધિકારીઓ જ સ્વચ્છ ભારત મિશનનાં ધજીયા ઉડાવતા હોવાનાં ચિત્રો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આવા અણઘડ અને બેજવાબદાર અધિકારી સામે તંત્ર કેવા પગલા ભરશે તે જોવું રહ્યુ.

Exit mobile version