Site icon Gramin Today

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત આહવા ના મુખ્ય રસ્તાઓ ઉપર ભાજપ સરકાર વિરોધી નારે બાજી કરી વિરોધ પ્રદર્શન કર્યો:

સમગ્ર ભારત માં લોકો મોઘવારી થી ત્રાહિમામ પોકારી રહ્યા છે, પરંતુ કેન્દ્ર ની સરકાર ના સત્તાધીશો ના પેટ નું પાણી પણ હાલતું નથી લોકો ને જીવન જરૂરિયાત ની વસ્તુ ના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, દેશ માં ભણતર મોંઘું , શિક્ષણ ખાનગીકરણ, બેરોજગારી માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ,પબ્લિક નાં નહિ પણ માત્ર પોતાના જ વિકાસ માં માનતી સરકારે તમામ વર્ગના ગરીબ લોકોની કમર તોડી નાખી છે જેના વિરોધ માં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ભાઈ ચૌધરી,જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશ ભાઈ પવાર, મહિલા પ્રમુખ લતા બેન ભોયે , મહામંત્રી મુકેશ ભાઈ પટેલ

રાજુબાગુલ, તુષાર કામડી, વિનોદ ભોયે, શાલેમ પવાર, સી પી ગવળી, રોશનીબેન

તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાથ માં મોંઘવારી ના બેનરો લઈ અને ભાજપ તારા વળતા પાણી ,ભાજપ તેરી તાના શાહી નહીં ચલેગી, હાય રે ભાજપ હાય હાય જેવા કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી આહવા ના મુખ્ય માર્ગો પર જન જાગરણ રેલી નું આયોજન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Exit mobile version