Site icon Gramin Today

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાંથી પસાર થતા શિરડીના પદયાત્રીઓ માટે માર્ગદર્શક સુચનાઓ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાંથી પસાર થતા શિરડીના પદયાત્રીઓ માટે માર્ગદર્શક સુચનાઓ:

સાપુતારા: સમગ્ર ડાંગ જિલ્લાની હદ વિસ્તાર માંથી પસાર થઇ શિરડી પદયાત્રા માટે જતા પદયાત્રીઓ માટે ડાંગ જિલ્લા વાહનવ્યવહાર વિભાગ (આર.ટી.ઓ) દ્વારા એક અખબારી યાદી દ્વારા કેટલીક માર્ગદર્શક સુચનાઓ જારી કરાઇ છે. 

• પદયાત્રીઓએ રાત્રિના સમયે ચાલવાનુ ટાળવુ તથા વહેલી સવારે ચાલતા પદયાત્રીઓએ, રેડિયમ રીફ્લેકટીવ ટેપ લગાવવા સાથે રેડિયમ જેકેટનો ઉપયોગ કરવો.

• રસ્તા પર ચાલતા સમયે રોડ પર દોરેલ સફેદ માર્કિંગ સ્ટ્રીપની બહારની બાજુ ચાલવુ.

• રસ્તા પર કે રસ્તાની બાજુમા આરામ કરવો નહી, પરંતુ સુરક્ષિત જગ્યા મળે ત્યાં જ આરામ કરવા થોભવુ.

• ગરબા તથા સંગીતના કારણે રોડ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવી.

• સમુહમા ચાલતા સમયે એક કે બે કરતા વધુ વ્યક્તિઓએ સાથે ન ચાલવુ.

• રોડ ક્રોસ કરતા તથા જંકશન પાર કરતા સમયે રસ્તા પર ચાલતા વાહનોના ટ્રાફિકને ધ્યાને લઇ ખુબજ સાવચેતી પૂર્વક આગળ વધવુ.

• વાહનો સાથે યાત્રામા જોડાયેલા વાહન ચાલકોએ પોતાના વાહનના પાછળના ભાગમા પુરતા પ્રમાણમા રેડિયમનો ઉપયોગ કરવો તથા પદયાત્રીઓની સલામતીને ધ્યાને લઇ વાહન રોડની સાઈડમા સુરક્ષિત જગ્યાએ લગાવ્યા બાદ જ સેવા કાર્ય કરવુ.

• વન વિસ્તારમાં વન્ય પ્રાણીઓથી સાવચેત રહી, તકેદારી દાખવવી.

 

Exit mobile version