Site icon Gramin Today

“ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા” સંચાલિત ચર્ચ મંડાળા ખાતે નાતાલની અનોખી ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

– સી.એન.આઈ.ચર્ચ મંડાળા દ્વારા નાતાલ પર્વ નિમિત્તે અનોખી ઉજવણી:

– સી.એન.આઈ.ચર્ચ મંડાળા દ્વારા હોસ્પિટલોમા ફ્રૂટની કીટનું વિતરણ કરાયુ:

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં આ વર્ષે COVID -19 ને કારણે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પ્રકાર ની નાતાલ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમ દર વર્ષે ધૂમ ધામથી નાતાલ ની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ COVID-19 ને ધ્યાન માં રાખતા ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા, અને સરકારની ગાઈડ લાઈન મુજબ ખૂબ જ ઓછી સંખ્યામાં ચર્ચો ખુલ્લા મુકાયા હતા. અને દરેક ધાર્મિક સ્થળો પર વિશેષ પ્રકાર ની વ્યવસ્થા પહેલા થી જ કરી દેવામાં આવી હતી, અને તમામ ધાર્મિક સ્થળો ને સેનેટાઈઝ  કરાયા હતા. અને ચર્ચમાં ખાસ કરીને COVID- 19 થી પીડાતા લોકો માટે પ્રાથના કરવાનું આયોજન કરાયું હતું.

દેડીયાપાડા તાલુકાનાં સી.એન.આઈ.ચર્ચ મંડાળા દ્વારા નાતાલ પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની જેમ કાર્યક્રમો રદ કરવામાં આવતા, આ વર્ષે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નેત્રંગ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દેડીયાપાડા ખાતે દાખલ દર્દીઓને જુદીજુદી જાતના ફ્રૂટનું તેમજ બિસ્કીટનાં પેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી, અને સી.એન.આઈ.ચર્ચ મંડાળા નાં પાળક સાહેબ શ્રી.રેવ. કિશન.વસાવા દ્વારા તમામ દર્દીઓને નાતાલની શુભેચ્છા પાઠવી હતી. 

આ કાર્યક્રમમાં સી.એન.આઈ.ચર્ચ મંડાળા નાં પાળક સાહેબ શ્રી.રેવ.કિશન.વસાવા, ફેડ્રીકભાઈ, દિનેશભાઈ, સંજયભાઈ,રાજેન્દ્રભાઈ, સર્જનભાઈ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

Exit mobile version