Site icon Gramin Today

ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૧ અન્યવે જિલ્લામાં વાંધાજનક SMS પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ:

seekpng.com

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી -૨૦૨૧ અન્યવે તાપી જિલ્લામાં વાંધાજનક મેસેજ/એસ.એમ.એસ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું, 

વ્યારા, તાપી:  રાજયની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યમસત્ર/પેટા પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી યોજવાની જાહેરાત તા.૨૨-૧૧-૨૦૨૧ના રોજ કરવામાં આવી છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ એક જાહેરનામું બહાર પાડીને શાસક પક્ષ, રાજકિય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
જે મુજબ તાપી જિલ્લાના વિસ્તારમાં વ્યકિત, સંસ્થા, મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ, અર્ધરાજકીય પક્ષ અને ચુંટણીના ઉમેદવારો દ્વારા ચુંટણી સબંધી આચારસંહિતાનો ભંગ કરતા અથવા કાયદો અને વ્યવસ્થાને જાખમમાં મૂકે તેવા કોઇપણ પ્રકારના વાંધાજનક મેસેજીંગ તથા ઍસ.ઍમ.ઍસ. કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૨૪-૧૨-૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version