Site icon Gramin Today

ગુજરાત રાજ્ય વતી લેવાયેલ NMMS સ્કોલરશીપ પરીક્ષામાં કાર્તિકભાઈ પિમ્પળે ઉતીર્ણ થયાં :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ  

કાર્તિકભાઈ દીપકભાઈ પિમ્પળે  જેઓ હાલ ધોરણ ૧૨ સાઈન્સ માં અભ્યાસ કરી રહ્યા છે. જેઓએ સરદાર શાળા આહવામાં અભ્યાસ કરતા સમયે ગુજરાત રાજ્ય વતી લેવાયેલ NMMS સ્કોલરશીપ પરીક્ષામાં ડાંગ જિલ્લામાં સમગ્ર SC સમાજમાંથી ઉતીર્ણ થઈ સર્વે સમાજનું નામ રોશન કર્યું છે. 

જે બદલ આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં માન. વિજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડકશ્રી ગુજરાત સરકાર તથા ડાંગ જિલ્લા કલેકટર સાહેબ ના હસ્તે કાર્તિકભાઈનું મંચ પર બોલાવી સન્માન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં આગળ વધે તે માટે મહાનુભવો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

પત્રકાર : રામુભાઇ માહલા ડાંગ 

Exit mobile version