Site icon Gramin Today

કોવીડ કહેર વચ્ચે 51 યુનિટ બ્લડ એકત્ર કરાયું: તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાનાં સોનગઢ ખાતે જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે અનોખી પહેલ: કોવીડ કહેર વચ્ચે 51 યુનિટ બ્લડ એકત્ર કરાયું: તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરાઇ:

સાંપ્રત સમયમાં લોકો પોતાનો જન્મદિવસ એ દરેક વ્યક્તિ માટે ખુશીનો દિવસ હોય છે, આનંદનો દિવસ હોય છે, આજના યુવાવર્ગ પોતાના જન્મદિવસે કેક કાપી પાર્ટીઓ કરે છે, ત્યારે બીજી તરફ સમાજના કેટલાક યુવાનો પોતાના જન્મદિવસે સમાજ ઉપયોગી થાય એવા કાર્યો કરી યાદગાર બનાવી રહ્યા છે, કેટલાક લોકો પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરતા હોય છે, તો  કેટલાક લોકો ગરીબોને ભોજન કરાવે છે, બાળકોને જમાડે છે, તો કેટલાંક લોકો સોનગઢ  તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામીત ની જેમ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરતા હોય છે,

આજે કોરોના વૈશ્વિક મહામારી ના સમયે રક્તની પડેલી અછત અને હાલ  ઘણા લોકોને રક્ત ની જરૂર પડતી હોય છે, વધુમાં  તાપી જિલ્લામાં સિકલસેલ ના દર્દીઓ વધુ પ્રમાણમાં હોવાને કારણે હંમેશા બ્લડની અછત કાયમ  સર્જાતી હોય છે, ત્યારે સોનગઢ તાલુકા સહિત તાપી જિલ્લાના લોકોને આદર્શ પૂરો પાડતા સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ ગામીત અને એમની યુથ કોંગ્રેસની ટીમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરી આજના યુવાનોના આદર્શ પૂરો પાડ્યો હતો. રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને પ્રમાણપત્ર ની સાથે સાથે સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. આજના અર્થપ્રધાન કેમ્પને સફળ બનાવવા માં સમગ્ર સોનગઢ તાલુકા પંચાયત ની ટીમ એમના સરપંચો અને યુથ કોંગ્રેસના સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી હતી, આજના બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ સાંસદ અને મંત્રીશ્રી,  તુષારભાઈ ચૌધરી 172 નીચેના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત, જીમ્મી ભાઈ ગામીત, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કુંજલતાબેન, જિલ્લા પંચાયત સભ્ય બોબીનભાઈ, રેહાનાબેન, સોનગઢ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે, મિરામજી ભાઈ સહિત તાલુકા પંચાયતના અન્ય સભ્યો હાજર રહ્યા હતા, ખરેખર દરેક વ્યક્તિ જો પોતાના જન્મ દિવસને યાદગાર બનાવવા આ રીતે માનવ સેવાના કાર્યો કરવા લાગે તો દેશ દુનિયાની સાથે સાથે પોતાના સમાજનું ભલું કરી શકે છે. આજ નો આ પ્રસંગ ઇસ્ટાગ્રામ અને ફેસબુક પર ફોટા મુકવા માટે જ બર્થ ડે સેલિબ્રેશન કરતા ઘણા બધા યુવક-યુવતીઓને પ્રેરણા આપશે એવી ઉપસ્થિતોએ આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડવા સોનગઢ તાલુકા વિકાસ અધિકારી આશાબેન વસાવાએ પણ ખાસ હાજરી આપી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો જે નોંધનીય બાબત ગણી શકાય. આવાં ઉમદા બલ્ડ ડોનેટ કેમ્પના આયોજન માટે ખરેખર યુવાનોના આદર્શ એવા સોનગઢ  તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામીતને તથા આખી ટીમને ખુબ ખુબ ધન્યવાદ.

Exit mobile version