Site icon Gramin Today

કોરોના સંક્ર્મણને ધ્યાને લેતાં સુરત પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામુંઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર 

કોરોના સંક્ર્મણને ધ્યાને લેતાં સુરત પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામુંઃ

રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી કોઈ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ પર હરવા ફરવા પર પ્રતિબંધઃ

સુરતઃ  કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.૭/૪/૨૦૨૧ થી તા.૩૦/૪/૨૦૨૧ દરમિયાન રાત્રીના ૮.૦૦ થી સવારના ૬.૦૦ વાગ્યા સુધી શહેરના કમિશ્નરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવા, કોઈ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટાગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવા અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે અગાઉના ૩૧/૩/૨૦૨૧ના જાહેરનામા મુજબની કેટલીક છુટછાટો યથાવત રહેશે. વધુમાં નીચે મુજબના પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાનું રહેશે.

(૧) તા.૧૦/૪/૨૦૨૧ થી લગ્ન/સત્કાર સમારંભમાં બંધ કે ખુલી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યકિતઓને એકઠા કરી શકાશે નહી. 

(૨) કરફયુના સમયના કલાકો દરમિયાન શહેર વિસ્તારમાં લગ્ન/સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહી. 

(૩) તા. ૩૦/૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજિક, અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 

(૪) કોઈ પણ કાર્યક્રમોમાં ૫૦થી વધુ લોકો એકત્રિત કરી શકાશે નહી.

(૫) સુરત શહેરની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version