Site icon Gramin Today

કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ગાય વાછરડા ભરેલી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કરૂણેશ ચૌધરી, પ્રતિનિધિ માંગરોળ

કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ગાય વાછરડા ભરેલી પીક અપ ટેમ્પો પોલીસે ઝડપી પાડી:

   ગાડીમાં ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધવામાં આવેલી કુલ ગાયો પેકી ચાર ગાયો મોતને ભેટી..

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કતલ કરવાના ઇરાદે લઈ જવાતા ગાય વાછરડા ભરેલી પીકઅપ ગાડી ટાટા ટેમ્પોનો પોલીસે પીછો કરી ઝડપી પાડી કુલ રૂપિયા 3,45000 મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે ગાડીનો ચાલક ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે,

ઉમરપાડા તરફથી એક ટાટા પીકઅપ G.J.19.U 35 77 નો ચાલક વહેલી સવારે પુરપાટ ઝડપે આવી રહ્યો હતો આ સમયે ઝંખવાવ ગામે પોલીસે ગાડીનો પીછો કરતા ચાલકે પોતાનું વાહન ઝંખવાવ ગામના મુલતાની ફળિયામાં ગુસાડી દીધું હતું ત્યારે પીછો કરી રહેલી પોલીસને ફળિયામાં જતા સાદીકી ઈબ્રાહીમ મુલતાની એ રસ્તા વચ્ચે ઉભો રહી અટકાવી હતી અમારા વડીલોને પૂછીને પછી તમે ફળિયામાં જઈ શકો એવું કહ્યું હતું સમય અન્ય સ્ત્રી પુરુષો દોડી આવ્યા હતા અને પોલીસના કામમાં રુકાવટ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા માંગરોળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેશકુમાર નાયી તેમજ પોલીસ કર્મચારીઓની ટીમ આવતા ટીમ ફળિયામાં પહોંચી ગઈ હતી અને ગાડીની શોધખોળ આદરી હતી ત્યારે ફળિયા પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસે ઉપરોક્ત વાહન ઝડપી પાડયું હતું જેમાં ૬ જેટલી ગાયો અને ૧૧ જેટલા વાછરડા ઘાસચારા અને પાણીની વ્યવસ્થા વગર ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા જેથી ચાર જેટલી ગાયો ગાડીમાં મૃત્યુ પામી હતી પોલીસે તપાસ કરતા અટકાવનાર સાદિક ઈબ્રાહીમ મુલતાની રહે ઝંખવાવ મુલતાની ફળિયું ના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ ચાલક સહિત અન્ય આરોપીઓને પણ સાથે વોન્ટેડ જાહેર કરાયા છે, અને પોલીસે કુલ 45000 ના ગાય વાછરડા અને વાહન સહિત 3,45,000 મુદ્દામાલ કબજે લીધો છે.

Exit mobile version