Site icon Gramin Today

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કૌંનશિલ ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા મિલ કામદારને મળ્યો ન્યાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કૌંનશિલ ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા મિલ મજદૂર ને નડેલા અકસ્માત બાબતે મળ્યો ન્યાય:

આર્થિક વળતરના મદદ માટે માનવ અધિકાર ની ટીમ ને કરેલ અરજી ને લઈ મિલ કામદાર શિવમકુમાર ને 1,25,000/ જેટલી રકમ શારીરિક ઇજા ના વળતર રૂપે અપાવતી ihrc ની ટીમ: 

સુરત:  તાતીથેયાની એક કંપનીમા કામ કરતા કામદાર શિવમ કુમાર ને કાનમાં ગંભીર ઇજા પોંહચી હતી જેનાં લીધે શારીરિક નુકશાન થયું હતું અને ડોક્ટરની સલાહ મુજબ ઈજાગ્રસ્ત થયેલ મિલ કામદારના કાનનું ઓપરેશન કરવાં જણાવેલ પરંતુ તેઓએ મોટો ખર્ચ પોંહચી નહિ વળતા આખરે પરિવારે ઓપરેશન નહિ કરવાનો નિર્ણય લીધો હતો  ત્યારે કંપનીમા કામ કરતા મજદૂર શિવમ કુમાર ને કાનમાં ઇજા પોંહચી હતી જેનાં વળતરના ભાગરૂપે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કૌંનશિલ ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ની કચેરી કડોદરા દ્વારા કંપની મેનેજમેન્ટ અને મેનેજર સાથે પરામર્શ કરીને મિલ મજદૂર ને ન્યાય અપાવ્યો હતો અને શિવમકુમાર ને 1,25,000/ જેટલી માતબર રકમ શારીરિક ઇજા ના ભાગરૂપે અપાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કંપની મજદૂર શિવમકુમાર ના પરિવારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ કૌંનશિલ ના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ના પ્રમુખ દેવેન્દ્રભાઈ માળી, ઉપ પ્રમુખ મનીષભાઈ મિસ્ત્રી, મહામન્ત્રી સંજયભાઈ ભક્તા, દક્ષિણ ગુજરાત પ્રમુખ વશરામભાઇ મેર સહીત ihrc ના અનેક સભ્યો અને મેમ્બર્સના અથાગ પ્રયત્ન અને પરામર્શ દ્વારા મિલ મજદૂર ને ન્યાય મળ્યો અપાવવા બદલ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version