Site icon Gramin Today

આહવા ખાતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી અને કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

વિધાર્થીઓના નારા હમ હમરા હક માગતે હે નહીં કિસીસી ભીખ માગતે, હમારી માંગે પુરી કરો નહીં તો ખુરસી ખાલી કરો: 

   ચિખલી સરકારી શાળાના બાળકો અને વાલીઓએ ખાનગીકરણ મુદ્દે ડાંગ કલેક્ટરને આવેદન આપી વિરોધ નોંધાવ્યો: 

ડાંગ જિલ્લો એટલે ગુજરાતનું મીની કાશ્મીર ગણાય છે ત્યારે બહારની સંસ્થાઓ આવી આ ડાંગને ડાઘ લગાવી રહ્યા હોય તેવું અનુમાન છે કારણ કે બહારની સંસ્થાઓ આવી પોતાની મનસ્વી કારભાર ચલાવતા હોય છે જ્યારે અહીંની ભોળી પ્રજાને દબાણ કરી પોતાને નામે જમીન હોય કે શાળા વહીવટ કરી ચાઉ કરી લેતા હોય છે. આજ ઉદાહરણને સાક્ષાત કરતું એક તથ્ય એટલે સાંદિપની નામક સંસ્થાને માધ્યમિક શાળા નુ સંચાલન કાર્ય સરકારે સોંપી ધીધુ છે. ખાનગીકરણના વિરોધ માં ચીખલી ગામના બાળકો અને વાલીઓ આહવા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શિક્ષણ નુ ખાનગીકરણ બંધ કરોના નારે બાજી કરી હતી. બાળકો અને વાલીઓનું કહેવું હતું કે ખાનગીકરણના નિયમો અમને મંજુર નથી ડાંગ જિલ્લામાં ગરીબ લોકો રહે છે જેમને ગુજરાન ચલાવતા ભારે પડે છે ત્યાં બાળકોને મહા મહેનતે સરકારી સ્કૂલનું શિક્ષણ આપી શકાય તેમ છે ત્યા ખાનગી શાળાનું શિક્ષણ કેવી રીતે શક્ય છે ત્યારે આહવા તાલુકાના ચીખલી ગામની સરકારી માધ્યમિક શાળા ખાનગીકરણ કરતા ગામના લોકો અને બાળકો સ્કૂલની સામે આંદોલનનો સહારો લીધો હતો ત્યાં પણ વહીવટીના કે રાજકીય પાર્ટીના આગેવાનોની હાજરી ન બરાબર રહી હતી.

મીડિયા સામે વિદ્યાર્થીઓએ  સરકાર સામે ઠાલવ્યો પોતાનો રોષ..!  મોંઘુ શિક્ષણ લેવાં કર્યો સ્પષ્ટ ઇન્કાર..

શિક્ષણ જેવાં બંધારણીય હક થી આદિવાસીઓને વંચીત રાખવા સરકાર દ્વારા કરાયેલ શિક્ષણનુ ખાનગીકરણ ડાંગના વિદ્યાર્થીઓને મંજુર નથી..! 

જ્યારે ખાનગીકરણ બાબતે લોકોમાં સ્થાનિક રાજકારણીઓ, નેતાઓ બાબતે ચર્ચાનો વિષય થવા પામ્યો છે કે બાળકો સપ્તાહથી ચેનલ અને સમાચાર પત્રોમાં સ્કૂલ ખાનગીકરણનો મુદ્દો ઉઠ્યો છે છતાં લોકો દ્વારા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ અજાણ.? વાત ગળે ઉતરે તેમ નથી..!

કોઈનો સહારો લીધા વિના વિદ્યાર્થીઓ એ પોતાનો આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ લઈ ડાંગ જિલ્લામાં આહવા ખાતે આવી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી અને ડાંગ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.

ડાંગ જિલ્લામાં શિક્ષણ લેવું એ પણ આજે એક નસીબની વાત છે તેવામાં ખાનગી સંસ્થાઓ જો જિલ્લામાં સરકારી શાળાઓનો હવાલો સંભાળશે તો આવનાર સમયમાં અહીંના બાળકો શિક્ષણથી વંચિત રહી જશે તેની ચિંતા થઈ રહી છે.

યશોદા દીદી (સામાજિક કાર્યકર) દ્વારા આ બાબતે પોતાનો મત રજુ કરતાં કહ્યું કે…. 

ડાંગ જિલ્લાનું શિક્ષણ વિભાગ પોતાનું મનસ્વી કારભાર ન કરી શકે જ્યારે શિક્ષણ મેળવતા વિધાર્થીઓને અન્યાય થાય તે સામાજિક ગુનો છે.      ચીખલી માધ્યમિક શાળા ખાનગીકરણ બાબતે હું વિરોધ નોંધવું છું. 

વિજય પટેલ (ડાંગ ધારાસભ્ય) એ આ બાબતે ઉમેર્યું હતું કે ” આ બાબતે મને કોઈ જાણ કરેલ ન હતી.” 

ચીખલી અને નડગચોન્ડ બાબતે ડાંગ જીલ્લા કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે છે કે નહી તે જોવું રહયું.

Exit mobile version