Site icon Gramin Today

આર્ટ ઓફ લીવીંગ દ્વારા વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવાસમાજ ગ્રાઉન્ડ ખાતે નિઃશૂલ્ક યોગા સેશન યોજાશે: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

આજથી આર્ટ ઓફ લીવીંગ દ્વારા વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સેવાસમાજ ગ્રાઉન્ડ ખાતે નિઃશૂલ્ક યોગા સેશન યોજાશે:

વ્યારા-તાપી: આગામી ૨૧ જૂને “વિશ્વ યોગ દિવસ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સ્વરાજ મેદાન ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમના ભાગરૂપે આર્ટ ઓફ લીવીંગ દ્વારા આજે તા.૧૮ થી ૨૦ જુન સુધી વ્યારાના દક્ષિણાપથ ગ્રામ સ્વરાજ મેદાન ખાતે તથા ડોલવણ ખાતે સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી નિઃશૂલ્ક યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યારા ખાતે ડૉ.કામિનીબેન દ્વારા અને ડોલવણ ખાતે જિલ્લા આયુર્વેદ શાખા તાપી સંચાલિત આયુષ હેલ્થ એન્ડ વેલનેશ કેમ્પ ઉમવાવદુર અંતર્ગત તેમજ ગુજરાત યોગા બોર્ડ દ્રારા યોગા તાલીમ ચાલે છે તેમજ કોચ ખુશ્બુબેન ચૌધરી દ્વારા વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે આયુષ મંત્રાલય દ્વારા સાત દિવસથી યોગા કેમ્પ ચાલે છે ત્યા લોકો સ્વયંભુ જોડાય શકે છે.
આ કાર્યક્રમમાં તમામ ગ્રામજનો અને વ્યારા નગરવાસીઓને આ નિ:શુલ્ક યોગા સેશનમાં ઉત્સાહભેર જોડાય તેવી તાપી વહિવટી તંત્રની અપિલ છે. 

Exit mobile version