Site icon Gramin Today

આગામી ૬૦ દિવસમાં પશુપાલકોએ પોતાના પશુઓને કોર્પોરેશન તરફથી મળતા ટેગ તથા ચીપ લગાડી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

“રખડતા ઢોર”  અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું: 

આગામી ૬૦ દિવસમાં પશુપાલકોએ પોતાના પશુઓને કોર્પોરેશન તરફથી મળતા ટેગ તથા ચીપ લગાડી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ: 

સુરત શહેર વિસ્તારમાં પશુઓ માટે જાહેરમાં ઘાંસચારાનું વેચાણ કે ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો.. 

સુરત: સુરત શહેર વિસ્તારમાં જાહેરમાં રખડતા પશુઓના કારણે માર્ગ અકસ્માત નિવારવા માટે પોલીસ કમિશનરશ્રી અજય કુમાર તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જે અન્વયે પોલિસ કમિશનરેટની હકુમત હેઠળના વિસ્તારમાં વસવાટ કરતાં તમામ ઢોરોના (ગાય, ભેંસ વગેરે ઢોર)માલિક, પશુપાલકોએ જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન-૬૦માં પોતાની માલિકીના પશુઓને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લગાડવામાં આવનાર ટેગ તથા ચીપ લગાવડાવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવેલા ઢોરના જો માલિક દ્વારા વેચાણ, ગીરો, બક્ષિસ અથવા વારસાઈ રૂપે માલિકી હક બદલાય કે ઢોરનું મરણ થાય તો તેની જાણ કોર્પોરેશનને કરવાની રહેશે. ઉપરાંત માર્ગ સલામતી હેતુસર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્વારા ઘાંસચારાનું વેચાણ કે ધાસચારો ખવડાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, આ હુકમનો અમલ તા.૧૬/૮/૨૦૨૩થી તા.૧૪/૧૦/૨૦૨૩ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. 

પત્રકાર : ફતેહ બેલીમ  બ્યુરો ચીફ સુરત

Exit mobile version