Site icon Gramin Today

અમારી સરકાર બનશે તો પોન્ઝી ચિટફંડ પિડિતોને કોંગ્રેસ નાણાં પાછાં અપાવશે :- પ્રવક્તા મનીશ‌ દોશી

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

અમારી  સરકાર બનશે તો પોન્ઝી ચિટફંડ પિડિતોને છત્તીસગઢની કોંગ્રેસ સરકાર ની જેમ રોકાણકારો ના નાણાં પાછાં અપાવશે. :- પ્રવક્તા મનીશ‌ દોશી

ગુજરાત કોંગ્રેસ તરફથી અખબાર યાદી આવી છે જેમાં સંગઠન દ્વારા જાહેર કરેલ વિષય સંબંધી પિડિતોને ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર-૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણીઓ પછી બને તો નાણાં પાછાં આપવામાં આવશે જેવી મહત્વની જાહેરાતને આવકારીએ છીએ.:- અધ્યક્ષ રોમેલ સુતરિયા

સહુ કોઈ જાણે છે સમગ્ર ગુજરાતમાં જમીની સ્તરે થી કોર્ટ અને નીતિ વિષયક બાબતો ઉપર પોન્ઝી અને ચિટફંડ ના અરબો રૂપિયાના કૌભાંડ બાબતે એક આવાજ-એક મોર્ચા સંગઠન ના અધ્યક્ષ તરીકે રોમેલ સુતરિયા અને સાથી મિત્રો સતત આવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં અહમદાબાદ માં પ્રેસ‌ કોન્ફરન્સ કરેલ અને તે બાદ અનેક સ્તરે આ વિષય રાજકીય પક્ષો વચ્ચે ચર્ચા માં આવવાનો શરૂ થયો છે. સત્તા પક્ષ  હોય કે વિપક્ષ કૌભાંડ માં પિડિતો માટે શું કરવું તેનાથી દરેક અજાણ છે. તેમની સમક્ષ સંગઠન નીતિઓ સંબંધી વાતચીત કરી લોકહિત માં સંવાદ માટે લોકતાંત્રિક ઢબે અભિયાન થકી સક્રિય રહ્યા છીએ. તાજેતર માં ઘણા મંત્રી અને આગેવાનો સાથે સંવાદ ચાલી રહ્યા હતા.

તેવામાં ગુજરાત કોંગ્રેસ તરફથી અખબાર યાદી આવી છે જેમાં સંગઠન દ્વારા જાહેર કરેલ વિષય સંબંધી પિડિતોને ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણીઓ પછી બને તો નાણાં પાછાં આપવામાં આવશે જેવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા છે તેવા ડો. મનીષભાઈ દોશી એક જ બાહોશ હિમ્મતવાન વ્યક્તિત્વ ગુજરાત કોંગ્રેસ માં આજે મારા ધ્યાન ઊપર‌ આવ્યું છે. બીજા ઘણા પક્ષ અને નેતાઓના  મોઢે પોન્ઝી ચિટફંડ પિડિતો બાબતે હજુ પટ્ટી મારેલી છે. તે પટ્ટીઓ ભવિષ્યમાં ઊતરશે તે નક્કી છે.

ગુજરાત ભાજપ આ વિશે શું કરશે તે જોવું રહ્યું અને આવા મહત્વના વિષય ઉપર બીજું એક ગીત યાદ આવે છે કે ચુપ રહીને “હદ કર દી આપ ને”. 

Exit mobile version