Site icon Gramin Today

અતિ ભારે વરસાદ વચ્ચે ડોલવણ તાલુકાની પૂર્ણા નદીના વહેણમાં 10 વ્યક્તિઓ ફસાયા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

 ચાલુ વર્ષ નો મોન્સૂનના ધમાકેદાર આગમન ને લઈ ભારે  વરસાદ ને લઈ સમગ્ર ગુજરાત સહીત દક્ષિણ ગુજરાત માં પણ અતિ ભારે વરસાદ વચ્ચે ડોલવણ તાલુકાની પૂર્ણા નદીના વહેણમાં વ્યક્તિઓ ફસાઇ ગયા છે અને ઝાડ પર ચડી ગયેલા હતા તેવી માહિતી મળતાં નગરપાલિકા વ્યારાની ફાયર ટીમ, સબંઘિત પ્રાંત અઘિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી, પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી માટે ટીમ તાત્કાલિક રવાના થઈ ગઈ હતી.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે સાંજે ૬.૦૨ કલાકે મોજે. આંબાપાણી તા.ડોલવણ ખાતે પૂર્ણા નદીના વહેણમાં વ્યક્તિઓ ફસાઇ ગયા છે અને ઝાડ પર ચડી ગયેલા હતા તેવી માહિતી મળતાં નગરપાલિકા વ્યારાની ફાયર ટીમ, સબંઘિત પ્રાંત અઘિકારીશ્રી વ્યારા, મામલતદારશ્રી, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરશ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાપી, પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. કોઇ જાનહાનિ થયેલ નથી.

10 વ્યકિતઓ ને બચાવી લેવામાં આવેલ હતા.

-જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૃમ કોલ મળેલ- 06.02 pm

-વ્યારા ફાયર રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચી- 06.25 pm

-રેસ્કયુ પૂર્ણ સમય- 7.20

Exit mobile version