Site icon Gramin Today

LCB નર્મદાએ સેલંબા પાસેથી ઈંગ્લીશ દારૂ સહીત લાખોનો મુદ્દામાલ કર્યો જપ્ત :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સાગબારા તાલુકાના સેલંબા પાસેથી એલ.સી.બી.નમૅદાએ ૮૪,૦૦૦/ રૂપિયાનો ઈંગ્લીશ દારૂ પકડી પાડયો હતો. અને એક આરોપીની પોલીસે અટકાયત કરી છે. કુલ. મુદામાલ કિંમત રૂપિયા ૩,૩૯,૦૦૦/ રૂપિયાનો કબજો કર્યો છે.

    દેડિયાપાડા :  સાગબારા તાલુકાના સેલંબા ગામ પાસેથી નમૅદા એલ.સી. બી. ના પીએસઆઇ એ.એમ. પટેલ તથા અન્ય પોલીસના માણસોએ સુપરવીઝનમા હતાં ત્યારે બાતમીના આધારે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નંબર જી. જે. ૧૬ એ. જે. ૧૪૪૧ માં વિદેશી દારૂ ભરીને સેલંબા પાસે નાકાં બંધી કરીને વોચમા હતાં તે દરમ્યાન ગાડીમાં બેઠેલાં રતિલાલ રાણાજીભાઈ વલવી રહે. લગડી ફળિયું નવાગામ જાવલી તા.સાગબારા જી. નમૅદાની ગાડીમાં તપાસ કરતાં ઈંગ્લીશ દારૂનાં હોલ નંગ ૧૨૦/ તથા હાફ હોલ નંગ. ૯૬ કુલ. કિંમત રૂપિયા ૮૪,૦૦૦/ મોબાઇલ નંગ. ૧ કિંમત રૂપિયા ૫૦૦૦/ગાડીની કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦/ કુલ કિંમત રૂપિયા ૩,૩૯,૦૦૦/ મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં સચિન બિયર બાર અક્કલકુવાના મલિક શીવાજી પાટીલ રહે. અક્કલકુવા જી. નંદુરબાર મહારાષ્ટ્ર પાસેથી આ ઈંગ્લીશ દારૂનો જથ્થો મેળવ્યો હતો. જેને વોન્ટેડ જાહેર કરી સાગબારા પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  

Exit mobile version