Site icon Gramin Today

DYSPની ઓળખ આપી SUV-500 મહિન્દ્રા કારમાં ફરતી ઠગ મહિલા પોલીસના સીકંજામાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

DYSPની ઓળખ આપી XUV-500 મહિન્દ્રા કારમાં ફરતી ઠગ મહિલાને પોલીસે પકડી, ડેડિયાપાડાના યુવકને RFOની નોકરીની લાલચ આપી 13 લાખ પડાવતા ફરિયાદ નોંધાઈ:

ડેડિયાપાડાના એક યુવકને આર.એફ.ઓ.ની નોકરી લગાવી આપવાની લાલચે બારડોલીની એક મહિલાએ 13 લાખ ખંખેરી લીધા હતા. જે ઠગ મહિલા પોતે જિલ્લા પોલીસ વડા હોવાની ખોટી ઓળખ આપી લક્ઝરી કાર GJ 19 BA 2871 માં ફરતી હતી. તેને ડેડિયાપાડા પોલીસે ઝડપી પાડી; મહિલા બારડોલીમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનાં કાર માંથી અનેક વાંધાજનક ડુપ્લીકેટ માહિતી અને પોલીસ ની વર્દી પણ મળી આવી હતી. કરોડો રૂપિયાની  ઉઘરાણી બાહર આવે તેમ શક્યતા; 
ડેડિયાપાડા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ડેડિયાપાડાના કૃતીક શાંતીલાલ ચૌધરી સાગબારા ખાતે પિતાને નોકરીએ મુકવા જતાં પિતા શાંતીલાલ પર તેમના મૂળ ગામના વિપુલ ચૌધરી જેઓ બીલવાણ ગામે ચૌધરી ફળીયામાં રહેતા હોય ફોન આવ્યો હતો. જેમણે સુરતના એક ડી.એસ.પી.ચૌધરી મેડમ છે, તેઓ ડેડિયાપાડા તરફ કોઇ તપાસમાં આવવાના છે. તેમને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવાની છે અને તેઓ મારા ઓળખાણમાં છે. ત્યારબાદ વિપુલ ચૌધરી તથા નેહાબેન ચૌધરી ડેડિયાપાડા આવી ઘરે રોકાયા હતા.બાદમાં તેમણે અલગ અલગ શહેરમાં સાથે લઇ ગયા હતાં. આમ  વિશ્વાસમાં લઈ આર.એફ.ઓ.ની પરિક્ષા આવનાર હોઈ તેમાં નેહા ચૌધરીએ મારે ગાંધીનગર સી.એમ.સુધી સારી ઓળખાણ છે.
તમારા છોકરાને નોકરીએ લગાવી આપીશ પરંતુ તેના બદલામાં ખર્ચ પેટે રૂપિયા 13 લાખ આપવા પડશે. તેમ કહ્યું હતું. બાદમાં  નાણા પણ ચૂકવી દીધા હતા. પરંતુ નોકરી નહીં મળતાં છેતરાયાનો અહેસાસ થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ઝડપી પાડી હતી.

દેડીયાપાડા પોલીસ આ મહિલા બાબતે વધુ તપાસ હાથ ધરી છે. જોવું રહ્યું આ ઠગ મહિલા પાછળ કોઈ મોટાં માથા તો નથી ને? 

Exit mobile version