Site icon Gramin Today

સોનગઢ પો.સ્ટે. પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર પ્રેસનોટ

સોનગઢ પો.સ્ટે. પ્રોહીબીશનના ગુનાનો નાસતો ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી:

અધિક પોલીસ મહાનિદેશકશ્રી,એસ.પી.રાજકુમાર સાહેબશ્રી,સુરત વિભાગ સુરત, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાહેબશ્રી તાપી-વ્યારા નાઓએ તાપી જીલ્લાનાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ હોય જે આધારે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એચ.સી.ગોહિલનાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં પોલીસ માણસો તા.૧૯/૧૦/૨૦૨૧ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો.દિગ્વિજયસિંહ કોદરસિંહ બનં,૫૨૩નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે, સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૧૧૨૭૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ. ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી નિકુંજભાઇ મહેન્દ્રભાઇ ચૌધરી રહેવાસી, અંબાચ નદી ફળીયું. તા.વાલોડ. જી.તાપીનાનો મૌજે સોનગઢ આર.ટી.ઓ. ચેક પોસ્ટ તા.સોનગઢ પાસે આવનાર હોવાની માહિતી આધારે પંચો સાથે તપાસ કરતા સદર જગ્યા ઉપરથી બાતમી હકિકત અને વર્ણનવાળો એક ઈસમ મળી આવતા તેને સોનગઢ પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૧૧૨૭૬/૨૦૨૧ પ્રોહી એકટ કલમ, ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં એસ.ઓ.જી.તાપી ને સફળતા મળેલ છે.

Exit mobile version