Site icon Gramin Today

સાપુતારા પોલીસે કાંચનઘાટ નાકે વાહન ચેકિંગ દરમિયાન ૯૬ બોટલ દારૂ ઝડપી, એક શખ્સની અટકાયત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

સાપુતારા પોલીસે કાંચનઘાટ નાકે વાહન ચેકિંગ દરમિયાન ૯૬ બોટલ દારૂ ઝડપી, એક શખ્સની અટકાયત:

દિનકર બંગાળ, આહવા: સાપુતારા પોલીસ દ્વારા ગણેશ વિસર્જનના અનુસંધાને કાંચનઘાટ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આવી રહેલી સુઝુકી એક્સેસમાંથી દેશી દારૂની ૯૬ શીલબંધ બોટલ મળી આવતા પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, વાહનચાલક રવીભાઈ પોપટભાઈ સાળવે (ઉં.વ. ૩૮), રહે. માજીરપાડા, આહવા પાસેથી ‘ટેંગો પંચ’ ૯૦ એમ.એલ.ની કુલ ૯૬ બોટલો મળી આવી હતી. દારૂની કિંમત રૂ.૩,૮૪૦ તેમજ દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી સુઝુકી એક્સેસની કિંમત રૂ.૫૦,૦૦૦ મળી કુલ રૂ.૫૩,૮૪૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

દારૂ અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવતા સાપુતારા પોલીસે રવીભાઈ સાળવે વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ (એ)(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version