Site icon Gramin Today

શરીબાર ગામેથી શેરડીના ઘાસમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા નાં શરીબાર ગામેથી ‘બાંડી” શેરડીના ઘાસમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો;

ડેડીયાપાડા પોલીસ ફરાર આરોપીઓને પકડવા કામે લાગી!!!

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના શરીબાર ગામેથી ઘરના આંગણામાં બાંડી શેરડીના ઘાસમાં સંતાડેલ કુલ કિમત રૂપિયા ૨,૦૬,૪૦૦/- ના પોહી મુદામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ ડેડીયાપાડા પોલસે શોધી કાઢ્યો છે.

       ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી.સી.ડી.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે દરમ્યાન સાથેના પો.કો.વિનોદભાઇ મગનભાઇ બ.નં.૪૪૬ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, ઉદેસીંગ પાવરા જે પૂ નામ ખબર નથી તે રહે-ધડગાવ તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાએ તેના મળતીયા માણસ (૧) ઝાકીર ગુલામભાઇ રાઠોડ રહે-શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા તથા (૨) વસીમ વાહીદખાન રાઠોડ મુળ રહે શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા હાલ રહે-નવીનગરી, દેડીયાપાડા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા નાઓને આપવા સારૂ મોજે શરીબાર ગામે મોહબુડી નાલ ફળીયામાં રહેતા સૌકતખાન સઇદખાન રાઠોડ નાઓના ઘરે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારલ છે અને તેના ઘરની બહાર બાંડી શેરડીના ધાસમાં સતાડી રાખેલ છે. જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી સૌકતખાન સઇદખાન રાઠોડ ઉ.વ.આ.૪૫ રહે-શરીબાર, મોહબુડી નાલફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદાના ઘરની બહાર બાંડી શેરડીના ઘાસની નીચેથી ROYAL BLUE MALT WHISKY ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૨૦૬૪/- કિંમત રૂપિયા ૨,૦૬,૪૦૦/- નો પ્રોહી મુદામાલ પકડી આગળની તપાસ શ્રી સી.ડી.પટેલ પોલીસ સબ ઈન્સપેક્ટર ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે.

પકડાયેલ આરોપી: 

(૧) સૌકતખાન સઇદખાન રાઠોડ ઉ.વ.૪૫ સ્ટે-શીબાર, મોહબુડી નાલફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા

વોન્ટેડ આરોપી: 

(૧) ઉદેસીંગ પાવરા જેનુ પુરૂ નામ ખબર નથી તે રહે-ઘડગાવ તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)

(૨) ઝાકીર ગુલામભાઇ રાઠોડ રહે-શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા

(૩) વસીમ વાહીદખાન રાઠોડ મુળ રહે-શરીબાર, મોહબુડી, નાલ ફળીયુ ના.દેડીયાપાડા જિલ્લો-નર્મદા હાલ રહે-નવીનગરી, દેડીયાપાડા તા.દેડીયાપાડા જિલ્લો નર્મદા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version