Site icon Gramin Today

વિદેશી દારૂના વેપલાનો 10 વર્ષથી નાસતા ફરતા માસ્ટર માઇન્ડ ગણાતા અડાજણના આરોપીને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ, નર્મદા સર્જન કુમાર વસાવા

પોલીસે ઝડપેલા આરોપી સામે રાજ્ય ના વિવિધ પોલીસ મથકમાં ચોરી અને દારૂ ના 18 ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું:

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા જીલ્લા ના તમામ પોલીસ મથકમાં નાસતા ફરતા ગુનાઓ મા સંડોવાયેલા આરોપીઓ. ને ઝડપી પાડવાની સુચના આપવામાં આવી હોય ને નર્મદા LCB પોલીસે આરોપીઓ ના રહેણાંક વિસ્તાર , આશ્રય સ્થાનો ,ધંધાના સ્થળો વિગેરે ઉપર ચાંપતી નજર રાખી હતી, જે અનુસંધાને નર્મદા LCB ના પી.આઇ. એ. એમ. પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.ગામિત નાઓએ પોતાના બાતમીદારો ને કામે લગાડી તેમજ આરોપીઓ ના ટેકનિકલ્ સર્વેલન્સ ના આધારે વિદેશી દારૂ ના વેપલા સાથે સંકળાયેલા કુખ્યાત બુટલેગર ને સુરત ના અડાજણ ખાતે થી ઝડપી પાડયો હતો.

રાજપીપળા પોલીસ મથકમાં આરોપી હિતેશ ભગવાનભાઇ ઠક્કર રહે. અડાજણ , ખલગામ, રામનગર સોસાયટી ના ઉપર વર્ષ 2010 માં વિદેશી દારૂ ના વેપલા મા પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર નો ગુનો નોંધાયો હતો , પરંતુ આ આરોપી ગુજરાત ના નામચીન આરોપીઓ પૈકી નો હોય નેચોરી સહિત પ્રોહીબીશન ના ગુનાઓ મા નાસતો ફરતો હતો જેથી LCB ના પોલીસ જવાનો અશોકભાઈ ભગુભાઈ તેમજ વિજયભાઇ ગુલાબસિગભાઈ નાઓએ તેના નિવાસસ્થાન તરફ તપાસ હાથ ધરી હતી.

જેમાં તેઓને સફળતા મળી હતી અને દશ દશ વર્ષ થી નાસતા ફરતા ગુના મા સંડોવાયેલા આરોપી ને ઝડપી પાડયો હતો અને જેલના સળિયા પાછળ ધકેલયો હતો.

નર્મદા જીલ્લા LCB પોલીસે ઝડપેલા આ આરોપીઓ સામે રાજ્ય ના વિવિધ પોલીસ મથકમાં જેમકે ઉધના , સલાબતપુરા સુરત , બારડોલી, વાપી, રાજકોટ, ગણદેવી, ઉમરા, અઠવાલાઇન્સ , ધાંગધરા , ભુજ સહિત ના પોલીસ મથકોમાં 18 ગુનાઓ ચોરી અને પ્રોહીબીશન ના નોધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Exit mobile version