Site icon Gramin Today

વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓમા એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના ગુનાઓમા એક રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી ગુનાઓનો ભેદ ઉકેલતી ભરુચ શહેર “એ” ડીવીઝન પોલીસ

ગત તા.૦૬/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ શહેરના સ્ટેસન રોડ ઉપરના હોન્ડા શો-રૂમની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ પેશન પ્લસ મો.સા. તથા નીલકંઠનગરના મ.નં. ૮૧ ની બહાર પાર્ક કરેલ પેશન પ્રો મો.સા.ની ચોરી થવા પામેલ તથા શ્રવણ ચોકડી થી મઢુલી સર્કલ તરફ ચાલીને જતા ફરીયાદીના હાથમાં રહેલ મોબાઇલ કોઇ અજાણ્યો મો.સા. ચાલક ઇસમ પુર ઝડપે

આવી હાથમાંથી મોબાઇલ ઝુંટવી લઇ ભાગી ગયેલ હતો.

જે ઉપરોક્ત વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના બનાવ બાબતે અત્રેના ભરુચ શહેર “એ” ડી.વી. પો.સ્ટે. ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ, તાજેતરમાં આવા બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જેથી ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આવા વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગના બનાવો બાબતેના ગુનાઓનો ભેદ ઉકેલવા સુચનાઓ મળતા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ભરુચ વિભાગ, ભરુચ નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી એ.કે.ભરવાડ નાઓની સુચનાથી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદરહુ ગુનો શોધી કાઢવા માટે “VISWAS” પ્રોજેક્ટ અંતર્ગત ભરુચ શહેરમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઇ ગુજકોપ અંતર્ગત આપેલ પોકેટ કોપ મોબાઇલ નો ઉપયોગ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે સદરહુ ગુનાઓમા સંડોવાયેલ એક રીઢા ગુનેગારને પકડી ઉપરોક્ત ત્રણેય ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આગામી દિવસોમા ભરુચ શહેર “એ” ડીવી. પો.સ્ટે, મિલકત સબંધી/વાહન ચોરી તથા મોબાઇલ સ્નેચિંગ સબંધી ગુન્હાઓ શોધી કાઢવા કટીબધ્ધ છે ઝુપડપટ્ટી, ભરુચ. 

શોધી કાઢેલ ગુનાઓની વિગત:

(૧)ભરુચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.ના ગુ.ર.નં. એ-૦૦૫૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨)ભરુચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.ના ગુ.ર.નં. એ-૦૦૫૬/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ (૩)ભરુચ શહેર “એ” ડીવી. પો.સ્ટે.ના ગુ.ર.નં. એ-૦૦૫૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ૩૭૯(એ)(3) મુજબ

Exit mobile version