Site icon Gramin Today

વાલોડના કુંભીયાના આરટીઆઈ એક્ટિવિસ્ટ ની હત્યાના આરોપીનો ગામે કર્યો બહિષ્કાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

કુંભિયા ગામને કલંકિત કરનારા અને ઘાતકી હત્યાંના આરોપી નો કર્યો ગામજનોએ અને પીડિત પરિવારે બહિષ્કાર:

વાલોડના કુંભીયાના આરટીઆઈ એક્ટિવિસ્ટ ની હત્યાના આરોપીનો ગામે કર્યો બહિષ્કાર:

તાપી: વાલોડ તાલુકાના કુંભીયા ગામના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીર નટુભાઇ ચૌધરીએ વહીવટમાં થતી ગોબાચારી બહાર લાવવા માટે આરટીઆઈ ની અરજીઓ કરી હતી. ૧૭ એપ્રિલ, ૨૦૨૪ના રોજ કુંભિયા ગામના જ રહીશ જયેશ સુખાભાઇ ચૌધરીએ મરણજનાર સુધીર નુ  ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યાના આરોપમાં જયેશ ચૌધરીની ધરપકડ ગણતરી ના કલાકો મા કરી હતી. 


આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીર નટુભાઇ ચૌધરીની થયેલી હત્યાના વિરોધમાં પરિવારજનો તથા ગામના લોકોએ ગત દિવસોમાં ગ્રામપંચાયત કુભીયામાં હત્યાના આરોપી જયેશ ચૌધરીને ગામની હદમાંથી તગેડવા, બહિષ્કાર કરવાની માંગ સાથે આવેદન આપ્યું હતું. જેને પગલે કુભીયા ગામે ૨૧ જૂન, ૨૦૨૪ની પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સરપંચ સંદીપ ચૌધરીના નેજા હેઠળ યોજાયેલી સભામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સુધીર નટુભાઇ ચૌધરીના મર્ડરના આરોપી જયેશ ચૌધરીને ગામમાંથી બહિષ્કાર કરવા માટે પંચાયત સહિત સભ્યોએ મંજૂરી સાથે ઠરાવ નંબર ૩ પસાર કર્યો હતો. 

Exit mobile version