Site icon Gramin Today

વચગાળાના જામીન પરથી ફરાર કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિર્દેશક શ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગર નાઓ તરફથી પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલમાંથી ફરાર કેદી-આરોપીઓ ઝડપી પાડવા સારૂ તા. ૨૭/૧૦/૨૦૧૭ થી તા.૦૪/૧૧/૨૦૨૦ સુધી સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય તેમજ પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી/આરોપી પકડવા સારૂ ભરૂચ શહેર વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે બાતમી મળતા ભરૂચ સબ જેલ ખાતે પ્રોહીબીશનના ગુનાના કાચા કામના કેદી નરેન્દ્રભાઇ મોરારભાઇ રાણા રહે. દશાન, પરમાર ફળીયું, તા.જી.ભરૂચનાને coVID-19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૦ નારોજ સાત માસના ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ છે આરોપીને તા. ૩૧/૧૦/૨૦૨૦ ના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજરોજ તા. ૦૩/૧૧/૨૦૨૦ નારોજ દશાન ગામ તા.જી.ભરૂચ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (CoVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો covOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા તથા પો.કો.અનિલભાઇ દિતાભાઇનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version