શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઈસીસમાં કોઈ પણ વ્યકિતએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીઃ પોલિસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું:
સુરત શહેર પોલિસ કમિશનરશ્રી એ એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં આવેલી સુરત લાજપોર મધ્યસ્થ જેલ પ્રિમાઈસીસમાં (સંકુલમાં) કોઈપણ વ્યકિતએ મોબાઈલ ફોન, આઈપેડનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોબાઈલ ફોન કે સીમકાર્ડ રાખશે નહી અને જેલના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ મોબાઈલ ફોન કે સીમકાર્ડ જેવી વસ્તુ સાથે પ્રવેશ કરી શકાશે નહી. અપવાદ તરીકે કોઈ પણ જાહેર સેવક કે જે પોતાની ફરજના ભાગરૂપે બંધાયેલ છે તેવી વ્યકિતને તેની ફરજ દરમિયાન આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.૨૦/૦૫/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.