શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી
રીઢા બાઇક ચોરના સાગરીતને બાઇકના સ્પેરપાર્ટ સાથે ઝડપી ભરૂચ શહેરની બાઇક ચોરીના ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ,વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએએ જિલ્લામાં મિલ્કત સબંધી તથા વાહન ચોરીઓના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એન.ઝાલા એલ.સી.બી.ના માગદર્શન અને સુચના મુજબ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ તે પૈકીની ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે આમોદ તાલુકાના કુરચણ ગામેથી રીઢા વાહન ચોર અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદભાઇ પટેલના ભાઇ સીરાજ મોહંમદ ઇસ્માઇલ જાતે કાભઇને શંકાસ્પદ મો.સા. તથા ચોરીની મોટર સાયકલના એન્જીન તથા મોટર સાયકલના વિવિધ સ્પેરપાર્ટ્સ સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૮,૧૦૦/- સાથે પકડી પાડી પુછપરછ કરતા ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટેની એક મોટર સાયકલની ચોરીની કબુલાત કરેલ છે અને તેઓ ધ્વારા હજુ વધુ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલવાની શકયતાઓ છે જે બાબતે વધુ તપાસ ચાલી રહેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ:
(૧) સીરાજ મોહંમદ ઇસ્માઇલ જાતે કાભઇ રહેવાસી. કુરચણ અલ્વી હુશેન ફળીયુ તા.-આમોદ જી. ભરૂચ (2) અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદભાઇ પટેલ રહે. વાતરસા કોઠી જી.ભરૂચ (વોન્ટેડ આરોપી)
ગુનો કરવાની મોડસ ઓપરન્ડી:
આ કામે પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહંમદભાઇ પટેલનાઓ
જુના મોટર સાયકલોની લે-વેચનુ કામ કરે છે. જેથી તેની પાસે અવાર-નવાર જુની મોટર સાયકલો આવે છે, આમ જુની મોટર સાયકલના લે-વેચના ઓથા હેઠળ ભરૂચ શહેરમાં મોટેભાગે સવારના સમયમાં મઢુલી સર્કલ, નંદેલાવ તથા શ્રવણ ચોકડી વિસ્તારમાં ખાસ કરીને સ્પ્લેન્ડર મોટર સાયકલને ટારગેટ કરી ડુપ્લીકેટ ચાવીથી ખોલી, મોટર સાયકલને ઉઠાવી કોઠી ગામ ખાતે લઇ જઇ, સમગ્ર મોટર સાયકલ ડીસમેન્ટલ કરી નાખે છે, અને સ્પેરપાર્ટસ છુટા પાડી દે છે, અને આ ચોરેલ મોટર સાયકલના સ્પેરપાર્ટ્સ તેની પાસે જે જુની મોટર સાયકલો વેચાવવા આવી હોય તેમાં ફીટ કરી આર્થિક ઉપાર્જન કરતો હતો.
કબ્જે કરેલ મુદ્દામાલઃ
(૦૧) મો.સા. GJ 16 Q 612 નંગ-૦૧ (૦૨) મો.સા.ના એન્જીન નંગ-૦૨
(૦૩) પેટ્રોલ ટાંકી નંગ-૦૫
(૦૪) મો.સા નંબર પ્લેટ GJ-16- BR – 7504
(૦૫) મો.સા.ની ચેચીસ નંગ-૦૩
(૦૬) મો.સા. જમ્પર નંગ- ૧૦
(૦૭) સાયલેન્સર નંગ-૪
(૦૮) મો.સા.ના સ્ટેરીંગ નંગ-૦૩
(૦૯) મો.સા.નુ એલોય વ્હીલ નંગ-૦૧
(૧૦) બેટરી નંગ-૦૨
(૧૧) ફાયબરના બેટરી ગાર્ડ – ૦૬ કુલ કિ.રૂ. ૪૮,૧૦૦/
શોધી કાઢેલ ગુનાઓ:
(૧) ભરૂચ શહેર “એ” ડીવી.પી.સ્ટે. ગુ.ર.નં પાર્ટ-એ ૧૧૧૯૯૦૧૦૨૦૦૧૯૯૪૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ (૨) પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ સ્પેરપાર્ટો પૈકી એક એન્જીન નંબર આધારે તપાસ કરતા મો.સા.નંબર GJ 06 FS 6478 નું તા. ૧૯/૦૪/૨૦૨૧ ના રોજ ભરુચ નંદેલાવ બ્રીજ નીચેથી ચોરાયેલ હોવાની ખાત્રી થયેલ છે.
પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ અન્ય સ્પેરપાર્ટી અંગે વધુ તપાસ કરી મુળ માલીક સુધી
પહોંચવાની તજવીજ ચાલુ છે.
વોંટેડ આરોપી અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા ગુનાહીત ઇતીહાસ
(૦૧) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન.પાર્ટ-એ ૦૬૨૨/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૨) ભરૂચ શહેર “એ” ડીવી પો સ્ટે. ગુ.ર.નં પાર્ટ-એ ૦૫૯૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૩) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન.પાર્ટ-એ ૦૫૧૭/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ (૦૪) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ-૨ ૦૪૦૬/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૫) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
(૦૬) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં. ૮૮/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ (૦૭) ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન I૮૩/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ
તેમજ બીજા આઠેક ગુનાઓમા પકડાયેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી : પો.સબ ઇન્સ.શ્રી એ.એસ.ચૌહાણ તથા હે.કો.અજયભાઇ, સંજયદાન, જયેંદ્રભાઇ, હિતેશભાઇ તથા પો.કો. મહીપાલસિંહ, શ્રીપાલસિંહ, વિશાલભાઇ નાઓ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવેલ છે.